કડીના પીએસઆઈનું લાંચના ગુનામાં નામ ખોલવાની વકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ASI 25 હજારની લાંચ લેતા ઝડપાયો હતો

જુગારનાકેસમાં આરોપીને સગવડ અને વહેલા જામીન માટે દોઢ મહિના પૂર્વે રૂ 25 લાખની લાંચ લેતા ઝડપાયેલા એએસઆઇએ આપેલા નિવેદનના પગલે કડીના પીએસઆઇ રાઠોડનું સંકટ વધ્યુ છે.એસીબીએ પીએસઆઇનું નામ આરોપી તરીકે લેવા મંજૂરી માંગી છે.

જુગારની રેડમાં સંડોવાયેલા આરોપીના વહેલા જામીન અને પોલીસ કસ્ટડી દરમિયાન સગવડ આપવા પેટે કડી પોલીસ સ્ટેશનના વ્હિકલ સ્કવોર્ડના જમાદાર દશરથજી સરતાનજી ગાંધીનગર એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન રૂ 25 હજારની લાંચ લેતા ગત 12મેના રોજ રંગે હાથ ઝડપાઇ ગયા હતા.મહેસાણા એસીબીએ લીધેલા રીમાન્ડ દરમિયાન જમાદારે લાંચની રકમ પીએસઆઇ વાય.જે.રાઠોડના કહેવાથી માગી હોવાનો આક્ષેપ કર્યો હતો.જેને આધારે એસીબીએ જરૂરી પુરાવા એકઠા કરી પીએસઆઇને આરોપી તરીકે લેવા સંબધે તેમના સોલીસીટરનું માર્ગદર્શન લીધુ હતુ જ્યારે મહેસાણા જિલ્લા પોલીસવડાને ઘટના બાદ રજા પર ઉતરી ગયેલા અધિકારીને હાજર કરવા લેખિત કર્યાનું એસીબીના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...