કડીની મેઢા ચોકડી પાસેથી ત્રણ વાહનચોર ઝડપાયા

પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી બાવલુ પોલીસને સોંપ્યા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Kadi - કડીની મેઢા ચોકડી પાસેથી ત્રણ વાહનચોર ઝડપાયા

મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે બાવલુ નજીક મેઢા ચોકડી પાસેથી અમદાવાદના ત્રણ વાહનચોરોને ચોરીના એક્ટીવા સાથે ઝડપી લીધા હતા.

શનિવારે બપોરે પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઈ કે.ડી. બારોટ સહિત સ્ટાફ બાવલુ વિસ્તારમાં મેઢા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન હે.કો. કિરીટભાઈને હકીકત મળી હતી કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ચોરી કરેલા એક્ટીવા સાથે ત્રણ યુવકો આ વિસ્તારમાં ફરી રહ્યા છે. દરમિયાન મેઢા ચોકડીથી ચાંદખેડાના જનતાનગરમાં રહેતા ઠાકોર (પટેલ) અજય અંબાલાલ, પરમાર હિરેન કાંતિલાલ અને વાઘેલા દિગ્વિજયસિંહ મંગળસિંહને ચોરીના એક્ટીવા સાથે ધરપકડ કરી બાવલુ પોલીસને સોંપ્યા હતા.

X
Kadi - કડીની મેઢા ચોકડી પાસેથી ત્રણ વાહનચોર ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App