તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ બ્રાન્ચના સ્વાંગમાં 9 લૂટારાએ 2.25 કરોડ લૂંટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાલેબર કોન્ટ્રાક્ટરના રૂા. 500 -1000 ની નોટ એક્સચેન્જ કરી આપવાના બહાને સાપ્તાહિક પેપરના સંચાલક વિશાલ કહારે તેના એકાઉન્ટન્ટ સહિત 2 જણને વાઘોડિયા ચોકડી પાસે બોલાવ્યા બાદ તેના સાગરિતો ક્રાઇમ બ્રાન્ચના સ્વાંગમાં ધસી આવ્યા હતાં. ટોળકીએ પિસ્તોલની અણીઅે ધમકી આપી રૂા. 50 લાખ લૂંટી લીધા બાદ અન્ય 1.75 કરોડ ખુદ એક્સચેન્જ કરાવી આપનાર વિશાલે માર મારી લૂંટી લઇ રસ્તામાં ઉતારી પાડ્યા હતાં. ઘટનાના 6 દિવસ બાદ એકાઉન્ટન્ટે ફરિયાદના ચક્રોગતિમાન કર્યા હતાં. અલબત્ત, મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી.

પોલીસ સૂત્રિય માહિતી મુજબ, ભરૂચની ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા સંજય રૂંગટા વડોદરા તેમજ ભરૂચમાં આવેલી લેબર કન્સટ્રકશન કંપની વિરાઇટ કન્સલટન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. રૂા. 500 અને 1000ની નોટ બંધ કરાતા કંપનીના લેબરોને પગાર માટે મુશ્કેલી સર્જાતા માલિક મિલીન શાહે રૂા. 2.25 કરોડને રૂા. 100ની નોટમાં એક્સચેન્જ કરાવવા માટે અેકાઉન્ટન્ટને કહ્યું હતું. સંજયે અકોટાની રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા મિત્ર રાકેશ શાહ મારફતે પાણીગેટ જૂનીગઢી ખાતે રહેતા અને લાસ્ટવિક ન્યૂઝ પેપર ચલાવતા વિશાલ ઉર્ફે વિક્કી કહારનો સંપર્ક કરતા તેણે રાકેશને પૈસા આપવાની વાત કરી હતી. ગત 19મીએ બપોરે સંજય અને રાકેશ રૂા. 2.25 કરોડ લઇ નેશનલ હાઇવે વાઘોડિયા ચોકડી પાસે ...અનુસંધાન પાનાં નં.9

પહોંચતા વિશાલ કહાર આઇ 20 કાર લઇને આવી બંનેને તેની કારમાં બેસાડી લીધા હતા. ત્યારબાદ તેઓ નિમેટા ગાર્ડન બહારના પાર્કિંગમાં ગયા હતાં. જ્યાં સ્કોર્પિઓ , સ્વીફ્ટ અને વેગનઆર કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી પિસ્તોલની અણીએ બેગમાંથી રૂા. 50 લાખ બળજબરીપૂર્વક કાઢી લઇ રવાના થઇ ગયા હતાં. ઘટના બાદ વિશાલ કહાર બંનેને વાઘોડિયા પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ ઇન્સ્ટેક્ટર બહાર ગયા છે કહી પરત નીકળ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે કારમાં બંનેને માર મારી તેમની પાસેના રોકડા રૂા. 1.75 કરોડ લઇ કારમાંથી ઉતારી મૂક્યા હતાં. ઘટના અંગે અેકાઉન્ટન્ટે કંપની માલિકને જાણ કર્યા બાદ બાપોદ પોલીસમાં અરજી આપી હતી. જેમાં બનાવટી પોલીસ બનીને આવેલો શખ્સ ક્રાઇમ ડિવિઝન સાપ્તાહિકનો સંચાલક કિરણ ચૌહાણ હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે, શુક્રવારે મોડી સાંજ સુધી કોઇ ગુનો નોંધાયો નથી.

ભરૂચના કોન્ટ્રાક્ટરને 500-1000ની નોટ એક્સચેન્જના બહાને લૂંટી લેવાયો

અન્ય સમાચારો પણ છે...