તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરોલ જંપ કરનાર હત્યા કેસનો આરોપી સાંથલથી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હત્યાકેસમાં પકડાયા બાદ પેરોલ પર છુટીને નાસતા ફરતા કટોસણ ફતેપુરાના યુવાનને પેરોલ ફર્લો સ્કવોડે સાંથલના ગોવિંદવાડીથી પકડી પાડ્યો હતો.

ઊંઝા ઉમિયા માતાજીએ દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહેલા પાટીદાર યુવાનો સાથે મહેસાણા નજીક શિવાલા સર્કલ પાસે અકસ્માતના મામલે થયેલી બોલાચાલીમાં પટેલ યુવાનની હત્યા થઇ હતી. ગુનામાં ધરપકડ બાદ જેલમાં ગયેલો ભાવુભા ઉર્ફે કીકુભા કનુભા પેરોલ પર છુટ્યા નાસતો ફરતો હતો. શનિવારે તે સાંથલ નજીક ગોવિંદવાડીએ આવ્યો હોવાની બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ જહીરખાન અને સ્ટાફે વોચ ગોઠવી ઝડપી લીધો હતો. પત્નીની બીમારીના મુદ્દે પેરોલ પર છુટ્યા બાદ ભાગતા ફરતા ભાવુભાને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો