તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ડીસાના નવાગામે પિતરાઇએ કૌટુબિંક ઝઘડા મુદ્દે 10 વર્ષના ભાઇની હત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના નવાગામે પિતરાઇએ કૌટુબિંક ઝઘડા મુદ્દે 10 વર્ષના ભાઇની હત્યા કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૃતક અજયના મોટાભાઇએ હત્યારા પરેશના પિતાને મારમાર્યો હતો અને અજયની ફોઇનો દીકરો છોકરી સાથે ભાગી ગયો હતો,જેનું વેર વાળવા હત્યા કરી હોવાનું ખુલ્યું

ડીસાતાલુકાના નવા ગામે બે દિવસ અગાઉ શાળાએ ગયેલો બાળક ગૂમ થયા બાદ શનિવારે વહેલી સવારે તેની લાશ મળી આવતાં પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. જેમાં મૃતક બાળકના પિતરાઇ ભાઇએ કૌટુંમ્બિક ઝઘડાની અદાવતમાં તેની હત્યા કર્યાનું કબૂલી લીધું હતું.હત્યારાએ બાળકની લાશ બાજરીના ઢૂંંઢામાં સંતાડી દીધી હતી.

સા તાલુકાના નવા ગામે રહેતા બળવંતજી દેવજીજી ઠાકોરનો દીકરો અજય ઉર્ફે અભો ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-5 માં અભ્યાસ કરતો અજય ગુરુવારે સવારે ગૂમ થયો હતો. અંગે તાલુકાના ઇન્ચાર્જ પીઆઇ યુ.બી. ધાખડા તપાસ કરતાં તેમના કૌટુંમ્બિક ભાઇ ચેનજી ઠાકોર અને તેમના દીકરા પરેશ સાથે ઝઘડો થયો હોવાનું જણાયું હતું. અને પરેશની શકમંદ તરીકે પૂછપરછ કરી રહી હતી. દરમિયાન શનિવારે સવારે ગામની સીમમાં એક ખેતરમાં બાજરીના ઢુંઢાના ઢગલામાંથી દુર્ગંધ આવતાં પોલીસે ડોગ સ્કવોર્ડ અને મામલતદાર શિવરાજ ગિલવાની ઉપસ્થિતિમાં તપાસ કરતાં અજયની પ્લાસ્ટીકની કોથળીમાં વિંટળાયેલી લાશ મળી હતી.

શાળામાંથી કુદરતી હાજતે નીકળ્યો અને ત્યાંથી ઉપાડી લીધો : હત્યારાની કબૂલાત

અજયનામોટાભાઇએ પરેશના પિતાને લાકડીઓ મારી હતી. તેમજ અજયની ફોઇનો દીકરો પરેશના પરિવારની છોકરી સાથે ભાગી ગયો હતો. બંનેનુ વેર વાળવા અજય ગુરુવારે શાળામાંથી રીશેષમાં કુદરતી હાજતે જવા બહાર આવ્યો ત્યારે પરેશે તેના ઘરે લઇ જઇ ગળું દબાવી હત્યા કરી ચપ્પાના ઘા મારી કોથળીમાં નાંખી બાજરીના ઢુંઢાના ઢગમાં સંતાડી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો