• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ચૂ઼ંટણી ફરજમાં રોકાયેલા જિલ્લાના 17208 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

ચૂ઼ંટણી ફરજમાં રોકાયેલા જિલ્લાના 17208 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં તા. 8 અને 9, ઊંઝા, વિસનગર, કડી અને બહુચરાજીમાં 8મીએ તાલીમ

મહેસાણાજિલ્લામાં વિધાનસભાની સાત બેઠક વિસ્તારના મતદાન મથકો પર ફરજ બજાવનાર પ્રીસાઇડીંગ, પોલીંગ કર્મચારીઓના તાલીમ કાર્યક્રમ દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાનને આવરી લેવાશે. પ્રત્યેક બેઠકદીઠ ગોઠવાયેલા કર્મચારીઓની તાલીમ સાથે મતદાન કાર્યક્રમ નક્કી કરી દેવાયો છે. જેમાં ખેરાલુ અને કડી બેઠક પર ચૂ઼ંટણી ફરજના કર્મચારીઓની તા. 7 અને 8ના રોજ તાલીમ મેળવવા સાથે પોસ્ટલ મતદાન કરશે.

મહેસાણામાં તા. 8 અને 9, ઊંઝા, વિસનગર, કડી અને બહુચરાજીમાં તા. 8 તેમજ કડીમાં તા. 7 અને 8 ડિસેમ્બરે પ્રીસાઇડીંગ અને પોલીંગ કર્મચારીઓ તાલીમ સ્થળે નિયત સમયમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. સાત બેઠકમાં 17208 કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. જ્યારે બેઠકોમાં ફરજ પરના પોલીસ, હોમગાર્ડ, સીઆરપીએફ વગેરે 4461 કર્મચારીઓ માટે તા. 10મીએ બેઠકના સુચિત સ્થળે મતદાનનું આયોજન કરાઇ રહ્યું છે તેમ પોસ્ટલ બેલેટ મતદાર જિલ્લા નોડલ અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લી ઘડી સુધી અલગ અલગ બેઠકના તંત્રમાં સ્થળ, તારીખને લઇને જિલ્લા સ્તર સુધી સંકલનમાં બદલાવમાં જિલ્લા કક્ષાએ બુધવાર બપોર સુધી કાર્યક્રમ અનિશ્ચિતની સ્થિતિમાં રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...