પાટણમાં પુત્રએ પૈસા લેવા બાબતે પિતાને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનામણુંદ ગામે હાલમાં પાટણ રહેતા પટેલ બાબુભાઇ લલ્લુભાઇ સોમવાર 4:30 કલાકના અરસામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા પાટણ ખાતે તેમના બેન્ક ખાતામાંથી પૈસા લેવા ગયેલ હતા તે વખતે તેમનો દીકરો હાર્દિક પટેલ ત્યાં આવીને કહ્યું કે મને મારી દવા કરાવવા તેમજ મને વાપરવા માટે પૈસા આપો. તેના પિતા બાબુભાઇ પટેલ ગાળો બોલી કહેલ કે મારી પાસે પૈસા નથી.

તુ કંઇ કામ ધંધો કરતો નથી અને રખડતો ફરે છે તેમ કહેતા દિકરો ઉશ્કેરાઇ જઇને તેના પિતા ફેટ પકડી નીચે પાડી ગડદાપાટુનો માર મારી તેમજ પથ્થર મારી ઇજાઓ કરી હતી. ધમકી આપી હોવાની પાટણ ડીવીઝન પોલીસ મથકે દીકરા હાર્દિક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...