• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • શંકાસ્પદ જીરૂનો જથ્થો ભરેલાં બે કન્ટેનરો અટકાવી ઊંઝા લવાયા

શંકાસ્પદ જીરૂનો જથ્થો ભરેલાં બે કન્ટેનરો અટકાવી ઊંઝા લવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકાસ્પદ જીરુંનો જથ્થો ભરેલા હોવાની બાતમી આધારે બે કન્ટેનરો પાટણ-ચાણસ્મા હાઇવે પર આવેલા રાજપુર પાટિયા પાસેથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પોલીસની મદદથી પકડી લીધા હતા. આ કન્ટેનર ઊંઝાથી ભરાયેલા હોવાથી મોડી સાંજે ઊંઝા ખાતે લઈ જવા રવાના થયા હતા. ત્યાં પહોંચી પોલીસ અને તેના માલિકની હાજરીમાં કન્ટેનરમાં તપાસ કરવામાં આવશે.

પાટણ નજીકથી શંકાસ્પદ જીરુનો જથ્થો ભરેલા કન્ટેનર પસાર થવાના છે તેવી પાટણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળતા ટીમે ચાણસ્મા હાઇવે પર રાજપુર નજીક બપોરે વોચ ગોઠવી હતી તે દરમિયાન બે કન્ટેનર પસાર થતા પાટણ એલસીબી પોલીસની મદદથી કન્ટેનરો અટકાવી પ્રાથમિક તપાસ કરતાં આ કન્ટેનર ઊંઝાથી ભરવામાં આવેલા છે અને તે મુંદ્રા ખાતે લઈ જવાઈ રહ્યા હતા તેવી જાણકારી મળી હતી જેને પગલે બંને કન્ટેનરને પરત ઊંઝા લઈ જવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ રવાના થઈ હતી તેના માલિક અને પોલીસની હાજરીમાં ખોલવામાં આવશે અને અંદર શું જથ્થો ભરેલો છે તે કેટલો છે તે તમામ બાબતોની તપાસ કરાશે અને ત્યારબાદ તેના સેમ્પલ લેવાશે. કન્ટેનરના ચાલક પાસેથી તંત્રને ખાસ કંઇ જાણકારી મળી નથી તેમ જ તેની પાસેથી બિલ પણ મળ્યું નથી છતાં એક કન્ટેનરમાં અંદાજે 10 થી 15 ટન જેટલો જથ્થો ભરેલો હોઇ શકે છે તેવું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કે આર પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...