કડીમાંથી 70 રખડતી ગાયો પકડી ડીસા પાંજરાપોળમાં મોકલાઈ

કસાઈઓના હાથે ઝડપાય તે પહેલાં સલામત સ્થળે ખસેડાઈ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Kadi - કડીમાંથી 70 રખડતી ગાયો પકડી ડીસા પાંજરાપોળમાં મોકલાઈ
કડીમાં વાહનચાલકો રાહદારીઓને શિંગડે ચઢાવતી રખડતી ગાયો કસાઈઓના હાથે ઝડપાઈ જાય તે અગાઉ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ પાલિકાની મદદથી 70 ગાયોને ડીસા પાંજરાપોળમાં મોકલાઈ હતી.

વીએચપીના જિલ્લા કાર્યકારી અધ્યક્ષ દિનેશભાઈ પટેલ,કડી તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, બજરંગ દળના કાર્યકર મનુભાઈ રબારી સહિતે પાલિક પ્રમુખ શારદાબેન પટેલ, ઉપપ્રમુખ નિલેષભાઈ નાયક અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલની મદદથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાઈ હતી.જેમા પાલિકાના સ્ટાફને સાથે રાખીને વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ શહેરના જાહેર માર્ગો પર રખડતી 70 થી વધારે ગાયોને પકડી થોળ રોડ સ્થિત પાલિકાના મેદાન પાછળ પાર્કિંગની જગ્યામા પુરી હતી.પાલિકાએ ગાયો માટે ઘાસચારો અને પાણીની સગવડ પુરી પાડી હતી.દશ દિવસ સુધી મેદાનમા ગાયો પુરી રાખ્યા બાદ ગાયોના માલિકો ઊભા ન થતાં આ કાર્યવાહી કરી હતી.

X
Kadi - કડીમાંથી 70 રખડતી ગાયો પકડી ડીસા પાંજરાપોળમાં મોકલાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App