કડીમાં નીટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા વર્કશોપ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:31 AM IST
Kadi - કડીમાં નીટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા વર્કશોપ
મહેસાણામાં 175થી વધારે વખત બ્લડ ડોનેશન કરનાર ડૉ.જી.કે.પટેલની 71મી જન્મ જયંતી નિમિત્તે કડી સર્વ વિદ્યાલય ખાતે રવિવારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે નીટ અંગેના વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વર્કશોપમાં ધોરણ 12 સાયન્સ B Group ના 415 વિદ્યાર્થીઓ અને 17 શિક્ષકોએ ભાગ લીધો હતો. ઉપરાંત NEET અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. અંતે દરેક વિદ્યાર્થીને 6000 થી વધુ NEET પરીક્ષાના પ્રશ્નોની ઉત્તર સાથે ને CD ભેટ તરીકે આપવામાં આવી હતી.આ પ્રસંગે ડો. જી. કે. પટેલ,સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, મંત્રી ડો. મણીભાઈ એસ.પટેલ, રોટરી ક્લબના પ્રેસિડન્ટ ડો. કપિલ ત્રિવેદી, પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ ઠાકર, રોટરી અને રોટ્રેકટ ક્લબના સભ્યો, સંસ્થાના આચાર્યઓ અને શિક્ષણ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

X
Kadi - કડીમાં નીટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા વર્કશોપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી