172 પોઇન્ટની વધઘટના અંતે સેન્સેક્સ 27 સુધર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના નિષ્ણાતો એવું માની રહ્યા છે કે, યુપી ઇલેક્શનના પરીણામો ઉપર મોદી, ભાજપ અને બજાર એમ ત્રણેયનો આધાર રહેલો છે. જોકે, માર્કેટ હાલ દિશાવિહીન ગણાય. થતાં નિફ્ટી ટૂંક સમયમાં સુધારાનો સંકેત આપી દેશે. માર્કેટમાં શુક્રવારે મોટી વોલેટિલિટી જોવા મળે તેવી પણ દહેશત સેવાય છે.

સેન્સેક્સપેકમાં સુસ્તી: સેન્સેક્સપેકની 30 પૈકી 17 સ્ક્રીપ્સમાં સાધારણ સુધારો જ્યારે 13 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને ઘટાડો નોંધાવનારી સ્ક્રીપ્સ પૈકી ડો. રેડ્ડી સૌથી વધુ 5.01 ટકા તૂટી રૂ. 2708.69 બંધ રહ્યો હતો. જ્યારે ગેઇલ 2.27 ટકા, અદાણી પોર્ટ્સ 1.96 ટકા, વીપ્રો 1.96 ટકા, ઓએનજીસી 1.56 ટકા ઘટ્યા હતા. સ્ટેટ બેન્ક, એક્સિસ બન્ક એક ટકા ઉપરાંત સુધર્યા હતા. જ્યારે એશિયન પેઇન્ટ અને સન ફાર્મામાં પણ ધીમો સુધારો રહ્યો હતો.

ઓટોશેર્સમાં સ્ટોક સ્પેસિફિક સુધારો: ઓટોશેર્સમાં આજે મારૂતિ, તાતા મોટર્સ, એમઆરએફ, હીરો મોટો અને બજાજ ઓટો જેવી હેવીવેઇટ્સ ઓટો સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે અશોક લેલેન્ડ, બોશ, ભારત ફોર્જ, આયશર મોટર અને ક્યુમિન્સમાં ઘટાડાની ચાલ રહી હતી. મારૂતિ અને તાતા મોટર્સ એક ટકા ઉપરાંત સુધર્યા હતા. જેના કારણે ઓટો ઇન્ડેક્સ 121.71 પોઇન્ટ વધી 21732.38 પોઇન્ટ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થનેગેટિવ રહી: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2969 પૈકી 1184 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1619 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ સાવચેતીનું રહ્યું છે.

ફેડનાફફડાટમાં વિદેશી શેરબજારો તૂટ્યા: યુએસફેડ રિઝર્વ માર્ચ એન્ડ સુધીમાં વ્યાજદરમાં વધારો કરશે તેવી દહેશત પાછળ વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાની ચાલ રહી હતી. યુરોપમાં ડેક્સ, સીએસી અને એફટીએસઇમાં સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. જ્યારે એશિયાઇ શેરબજારોમાં નિક્કેઇ 65 પોઇન્ટ સુધર્યો હતો. તેને બાદ કરતાં હેંગસેંગ, તાઇવાન, સાંઘાઈ સહિતના તમામ શેરબજારોમાં ઘટાડાની ચાલ રહી હતી. ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો નજીવો ત્રણ પૈસાના ઘટાડા સાથે રૂા.66.71 બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સીઓ પણ ડોલર સામે નજીવી ઘટીને રહી હતી.

{ ડો. રેડ્ડી વર્ષના તળીયે |ડો. રેડ્ડીઝ લેબમાં યુએસ એફડીએ દ્રારા તેના ફોર્મ્યુલેશન ઉત્પાદક દુવાડા એકમ માટે ઓબઝર્વેશન લેટર મળ્યો હોવાના અહેવાલો પાછળ શેર 5.01 ટકા તૂટી રૂ. 2708.69 બંધ રહ્યો હતો.

મેટલ શેર્સમાં મંદીની ચાલ

કંપની બંધ ઘટાડો

જિંદાલસ્ટીલ 118.25-3.31

હિન્દઝીંક 291.95-1.55

નેશ.એલ્યુ. 70.65-0.91

સેઇલ59.30-0.84

તાતાસ્ટીલ 469.50-0.72

રિલાયન્સમાં રૂ. 50000 કરોડના શેર્સનો ઊથલો, ડો. રેડ્ડી 5 ટકા ડાઉન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના પ્રમોટર્સ ગ્રૂપના હોલ્ડિંગ પેટર્નમાં ફેરફારની જાહેરાત કરી હતી. તેના પગલે આજે બીએસઇ ખાતે બપોર સુધીમાં રૂ. 51000 કરોડના શેર્સનું ટ્રેડિંગ નોંધાયું હતું. તેની સામે છેલ્લા બે સપ્તાહમાં 11 લાખ શેર્સનું ટ્રેડિંગ નોંધાયેલું હતું. જોકે, શેરનો ભાવ રૂ. 4.55 (0.35 ટકા)ના ઘટાડા સાથે રૂ. 1287.35ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ તા. 2 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે તેના 15 પ્રમોટર ગ્રૂપ્સ 118.99 કરોડ શેર્સ આઠ અન્ય પ્રમોટર્સ ગ્રૂપ્સને ટ્રાન્સફર કરશે.

મેટલ્સ અને ઓઇલ ઇન્ડેક્સમાં ઘટાડા સિવાય બાકીના તમામ સેક્ટોરલમાં સુસ્ત કામકાજો

અન્ય સમાચારો પણ છે...