તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંઘણજ પાસે રિક્ષા પલટતાં ઘવાયેલા ચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| કડીના ભાલ્ઠીના એઝાદભાઇ ચૌહાણ ત્રણ દિવસ પહેલાં રિક્ષા લઇને સંબંધી સાથે લાંઘણજ ગામે વડસ્મા ચોકડીથી પસાર થતા હતા, ત્યારે રસ્તામાં અચાનક કૂતરું આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એઝાદભાઇને પેટના ભાગે ઇજા થતાં કલોલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ વી.એસ. હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં શનિવારે તેમનું મોત થયું હતું. અકસ્માતમાં અન્ય એકને ઇજા થઇ હતી. બનાવ અંગે કલોલના ખોરજ ડાભીના યુનુસખાન પઠાણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...