તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા એસ. ટી કર્મીઓની ક્રેડીટ સોસા.ની સભા પ્રમુખની બહુમતથી વરણી કરવી પડી

મહેસાણા એસ. ટી કર્મીઓની ક્રેડીટ સોસા.ની સભા પ્રમુખની બહુમતથી વરણી કરવી પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દરખાસ્તમાં સભાસદોનો મત જાણી પ્રમુખની વરણી કરાઇ

મહેસાણાડિવિઝનના 11 બસસ્ટેશનના કર્મચારીઓને આવરી લેતી ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈજ કો ઓપરેટીવ ક્રેડીટ એન્ડ થીફ્ટ સોસાયટીની બુધવારે મહેસાણામાં વિશ્વકર્મા વાડીમાં મળેલ સાધારણ સભામાં બે જુથમાં વહેચાયેલા સભાસદોએ સભા પ્રમુખ કોણ તેને લઇને હોબાળો મચ્યો હતો.જેને પગલે સભા પ્રમુખની વરણી માટે બે નામની દરખાસ્ત થતા ઉપસ્થિત બહુમત સભાસદોના ટેકાથી સભાના પ્રમુખની વરણી કરીને સભાનું કામકાજ શરૂ કરાયુ હતું.

એસ.ટીના 3500 કરતા વધુ કર્મચારી સભાસદ ધરાવતી સોસાયટીના કસ્ટોડીયનની ઉપસ્થીતિમાં સવારે 10.30 વાગ્યે સભા મળી હતી.જેના પ્રારંભમાં સભાના પ્રમુખ સ્થાને કોણ તેને લઇને એસ. ટી કર્મચારી મંડળ તેમજ મજુર મહાજન અને એમએમએસ જુથમાં શાબ્દિક ખેચતાણ ચાલી હતી.આ હોબાળામાં એક જુથમાંથી કડીના મુકેશભાઇ પટેલ અને બીજા જુથમાંથી અનંતભાઇ જોષીના નામની સભાના પ્રમુખ તરીકે દરખાસ્ત કરાઇ હતી.

જેમાં ઉપસ્થિત સભાસદો પંસદગીના ઉમેદવારના જુથમાં ગોઠવાઇ ગયા અને ગણતરી કરીને બહુમતથી સભાના પ્રમુખની વરણી કરવી પડી હતી.આ પ્રકરણ એક કલાક ચાલ્યુ હતું.જેમાં મુકેશભાઇ પટેલના ટેકામાં 129 અને અનંતભાઇ જોષીના ટેકામાં 136 સભાસદ રહેતા અનંતભાઇ જોષીના પ્રમુખપદે સભા યોજાઇ હતી.કસ્ટોડીયન એસ.આર.પટેલે જણાવ્યુ હતું કે, સભામાં વાર્ષીક હિસાબો અને પેટા નિયમનો રજુ કરી નિર્ણય કરાયો હતો. અગાઉની ચૂ઼ટણીમાં થયેલ રુા. 52હજાર જેટલો ખર્ચ તેમજ કાનૂની વકીલ વગેરેમાં રૂા. 1.71લાખનો ખર્ચ બહુમતિથી નાંમજૂર કરવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...