તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીના વાત્સલ્ય બંગ્લોઝ સોસાયટીનો બનાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનાકરણનગર રોડ સ્થિત વાત્સલ્ય બંગ્લોઝ સોસાયટીમા જુના વાસણો અને દાગીના ધોવા આવેલા બે ગઠીયાઓએ વૃધ્ધાને નિશાન બનાવી તેમના વાસણો સહિત સોનાની બે બંગડીઓન ધોઈ નાખતા બંગડી હલકી થઈ જતા વૃધ્ધે બૂમાબૂમ કરતા આસપાસના લોકો ગઠીયાઓને પકડવા જતા એક શખસ ફરાર થઇ ગયો હતો જ્યારે એક ઝડપાઈ જતા પોલીસને સોંપતા પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી છે.

કડીમાં બુધવારે બે ગઠીયાઓ જુના વાસણ અને દાગીના ધોઈ છેતરપિંડી કરવાના ઈરાદે શહેરની વાત્સલ્ય બંગલોઝ સોસાયટીમા પહોચી ગયા હતા. દરમિયાન સોસાયટીના 23 નંબરમાં રહેતા સુરેશચંદ્ર નાયકના ઘરે ગયા અને વાસણ ધોવા માટે કહેતા તેમણે જુના વાસણો ધોવા આપ્યા હતા. ત્યારબાદ વાસણો ધોઈને પરત આપવા જતા વૃધ્ધની પાસે બંગડીઓ પણ લાવો ધોઈને આપુ તેમ કહી બંગડીઓ ધોઈ હતી. બંગડીઓ પાછી આપતા બંગડીનું વજન ઓછુ થયાની શંકા જતા બૂમાબૂમ કરતા રહીશો એકઠા થઈ ગયા હતા. જેમા એક ગઠીયો ઝડપાય ગયો હતો અને એક ફરાર થઈ ગયો હતો. એકને ઝડપી લઈ કડી પોલીસને જાણ કરતા સોસાયટીના રહીશોએ ગઠીયાને પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવા ગયા હતા. જોકે અંગે પોલીસે માત્ર અરજી લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...