તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી ઝંખવાવ રોડ પર બે બાઈક અથડાતાં ત્રણનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીઝંખવાવ રોડ પર રાત્રિ દરમિયાન પસાર થઈ રહેલા બાઈક સવારો સામસામે ભટકાઈ જતાં પાંચેય યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતાં. સારવાર દરમિયાન ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતાં.

માંડવીના અંત્રોલીમાં રહેતા યુવાનો રવિવારે રાત્રે સઠવાવ ગયા હતાં. અંત્રોલીના યુવાન તરૂણભાઈ ચૌધરી (18), નિકુંજકુમાર ચૌધરી (20) તથા વિનયકુમાર ચૌધરી પોતાની બાઈક પર ઝંખવાવ તરફથી માંડવી તરફ આવી રહ્યાં હતાં ત્યારે કાકડવાના યુવાન બાઈક પર માંડવી તરફથી ઝંખવાવ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે ફેદરિયા ચોકડી આગળ બંને બાઈકો સામસામે આવી હતી. પાંચ યુવાનોની હાલત ગંભીર જણાતા તાત્કાલિક બારડોલી અને ત્યાંથી સુરત સિવિલમાં ખસેડાયા હતાં. સિવિલમાં સારવાર દરમિયાન તરૂણભાઈ ચૌધરી તથા નિકુંજકુમાર ચૌધરીનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વિનય ચૌધરી બારડોલીમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે બીજી બાઈક પર સવાર યુવાનોમાં અમીરકુમાર ચૌધરીનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રતિક દિનેશ ચૌધરી (બંને કાકડવા, તા.માંડવી) બારડોલી સારવાર લઈ રહ્યાં છે.

ફેદરિયા ચોકડી પર અથડાયેલા બાઈકોનો કચ્ચરઘાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો