તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદમાં મરચાંની ભૂકી નાંખી 48 લાખની લૂંટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ-બોરસદચોકડી પાસે આવેલી વિદ્યા ડેરીના જુનિયર ઓફિસર, સિક્યોરીટી મેન સહિત ચાર જણાંને સોમવારે સવારે રિક્ષામાં સવાર ચાર અજાણ્યા યુવકોએ આંતરીને આંખમાં મરચાંની ભુક્કી નાંખી, માર મારી રૂા. 48 લાખ રોકડા અને રૂા. દોઢ લાખની કાર મળી કુલ રૂા. 49.50 લાખની લૂંટ કરતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

આણંદમાં આવેલી વિદ્યાડેરીમાં જુનિયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અજયકુમાર દવે, તેમની શાખામાં ટ્રેનિંગ લેતાં વિદ્યાર્થી શક્તિદાન ગઢવી, સિક્યોરીટી મેન નારાયણ શુક્લા અને ચાલક ધર્મેશભાઈ ચાવડા એમ કુલ ચાર જણાં સોમવારે સવારે 11 કલાકે વિદ્યાડેરીમાંથી બોરસદ ચોકડી તરફ આવવાના રોડ પર ડેરીની કાર લઈને દૂધના ડિલરો તરફથી મળેલા રૂા. 48 લાખ આણંદની ગ્રીડ ચોકડી પર આવેલી એચડીએફસી બેંકમાં જમા કરવા માટે જતા હતા. સમયે નહેરના ફાટીયા પાસે એક યુવકે કારને આંતરી હતી. કારનો ચાલક કંઈ સમજે વિચારે તે પહેલાં તેની આંખમાં મરચાંની ભુક્કી નાંખી દીધી હતી. વધુમાં અંદર બેઠેલા ડેરીના કર્મીઓને પાછળ ઉભેલી રિક્ષામાં સવાર ત્રણ યુવકોએ કારમાંથી બહાર કાઢી તેમની આંખમાં મરચાંની ભુક્કી નાંખી માર માર્યો હતો અને કાર-બેંકમાં ભરવાના રોકડા રૂા. 48 લાખ લઈ તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દૂધના ડીલરો પાસેથી મળેલી રકમ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે લુટારુ ત્રાટક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો