• Gujarati News
  • બોગસ પાવર ઓફ એટર્ની કેસમાં સેજલ શાહની જમીન ટાંચમાં લેવાશે

બોગસ પાવર ઓફ એટર્ની કેસમાં સેજલ શાહની જમીન ટાંચમાં લેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ફોર્સમેન્ટડિરેોક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ-5 હેઠળ સેજલ શાહની કડી અને સાણંદમાં અન્યના નામે ખરીદેલી જમીન ટાંચમાં લેવા અંગે એફઆઈઆર દાખલ કરી છે. બોગસ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને ફ્લેટ વેચી દઈને મેળવેલા નાણાંનું જમીન ખરીદવા માટે રોકાણ કરાયું હોવા અંગે પોલીસમાં કરાયેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને કેસમાં ઈડીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

સેજલ શાહ પોતે ખેડૂત હોવાથી સ્થાનિક ખેડૂતોના નામે કુલ 9,586 ચોમી જમીન ખરીદી છે, જેની કિંમત આશરે ~ 1.5થી ~2 કરોડ અંદાજવામાં આવે છે. સંજીવ શાહ અને ધર્મેશ શાહે પોલીસમાં એફઆઈઆર દાખલ કરી હતી. 2005માં જોધપુરમાં રત્નમણિ ફ્લેટમાં સી-4 અને સી-9 નંબરના બે ફ્લેટ ખરીદાયા હતા. બંને ફ્લેટ તેમની ખોટી સહી કરીને સેજલ શાહ અને તેના ભાઈ મીત શાહે બોગસ પાવર ઓફ એટર્નીથી કરીને વેચી દીધા હતા. સેજલ શાહે 2008માં તેના બે ડ્રાઇવર મિલન સુથાર અને હિરેન સુથારના નામે ફ્લેટ વેચી દીધા હતા.

{કડી અને સાણંદમાં અન્યના નામે અંદાજે બે કરોડની જમીન ખરીદી

કડી સર્વેનં. જમીન

1. 1235 4247 ચો.મી.

2. 1229-1 4117 ચો.મી.

સાણંદ8881220 ચો.મી.

કુલ- 9586 ચો.મી.

ક્યાં કેટલી જમીન?

અંબાબહેન પટેલ,લક્ષ્મબહેન પટેલ, બળદેવ પટેલ, રાકેશ પટેલ, મહેશ પટેલ, કાન્તાબહેન પટેલ, નટવર ચૌહાણ

કોના કોના નામે જમીન ખરીદી ω?

ભૂતકાળના ભાગીદારો સામસામે આવ્યા

સંજીવ, ધર્મેશઅને સેજલ શાહ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વ્યવસાયમાં ભાગીદાર હતા. તેમણે મણિભદ્ર પેટ્રો. લિ. નામે કંપની સ્થાપીને વ્યવસાય શરૂ કર્યો હતો અને 2006ના વર્ષમાં તેઓ છૂટા પડ્યાં હતાં.