તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ગ્રીડ ચોકડીએ મહિલાનો સામાન લઇને રિક્ષાચાલક ભાગી છુટ્યો

ગ્રીડ ચોકડીએ મહિલાનો સામાન લઇને રિક્ષાચાલક ભાગી છુટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરની ગ્રીડ ચોકડી પાસે મંગળવારે સાંજે એક રિક્ષા ચાલકે વાત કરવા માટે મોબાઈલ લીધા બાદ મોબાઈલ તેમજ તેમનો સામાન લઈને રફુચક્કર થઈ જતાં મહિલા આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર પીએસઓએ તેમને ધમકાવીને કાઢી મૂકી ફરિયાદ કરવા આવતીકાલે આવવા જણાવ્યું હતું. જેને પગલે મહિલાને વીલા મોંઢે પરત ફરવું પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના રહેવાસી મીનાબેન પટેલ મંગળવારે સાંજે સાડા કલાકે ગ્રીડ ચોકડી પાસેથી રિક્ષામાં બેસીને બોરસદ ચોકડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે રિક્ષા ચાલકે તેમની પાસેથી વાત કરવા માટે મોબાઈલ લીધો હતો અને તેની રિક્ષા ટાઉનહોલ પાસે ઊભી રખાવી હતી. વધુમાં રિક્ષા ચાલકે યુક્તિ વાપરી મહિલાને પૂજાપાઠનો સામાન લેવા જવાનું કહી મહિલાને ટાઉનહોલ પાસે ઉતારી દીધા હતા અને બોરસદ ચોકડી તરફ ફરાર થઈ ગયો હતો. અંગે મીનાબેન પટેલે જણાવ્યું કે, રિક્ષાચાલક તેમના ભાવનગરથી લાવેલા ગાંઠિયા તેમજ પૂજાના વાસણો, મોબાઈલ અને પર્સ પણ લઈ ગયો હતો. જેને પગલે તેઓ તુરંત આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા તો ફરજ પર હાજર પોલીસ સ્ટેશન ઓફિસર ભઈલાલભાઈએ તેમને ધમકાવીને કાઢી મૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...