તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગધેડાંએ બાળકને સાયકલ પરથી પછાડી બચકું ભર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અચાનક 20થી 25 ગધેડાંના ટોળાંએ ત્રાસ ફેલાવવાનું શરૂ કરી દેતાં સામાન્ય પ્રજામાં ભય

નડિયાદશહેર પશ્ચિમમાં ઇન્દીરા ગાંધી માર્ગ પર ઘરેથી ટ્યુશને જતાં વિદ્યાર્થીને રખડતાં ગધેડાંએ સાયકલ પરથી પછાડી હાથ પર બચકું ભરી લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. જોકે, ગધેડાએ બચકું ભર્યું ત્યારે હાથ છોડતો નહતો. જેને કારણે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને વિદ્યાર્થીને બચાવી લીધો હતો. બનાવથી વિદ્યાર્થી ખૂબ ગભરાઇ ગયો હતો. જ્યારે દૃશ્ય જોનારા રહિશો પણ ફફડી ઉઠ્યાં હતાં.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઇન્દીરા ગાંધી માર્ગ પર આવેલા નારણપુરા ખાતે રહેતાં કમલેશભાઈ પરમારનો પુત્ર પ્રેમલ ધો.8માં અભ્યાસ કરે છે અને મંગળવારના રોજ બપોરે તે ઘરેથી ટ્યુશન જવા સાયકલ પર નીકળ્યો હતો. દરમિયાન ઘરેથી થોડે દુર પહોંચ્યો ત્યારે રસ્તા પર ઝઘડતાં બે ગધેડામાંથી એક ગધેડું તેના તરફ ધસી આવ્યું હતું અને પ્રેમલને સાયકલ પરથી પછાડી તેનો હાથ પકડી લીધો હતો. અચાનક બનેલી ઘટનાથી પ્રેમલે બચાવવા બુમાબુમ કરી મુકી હતી. જેને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં અને ગધેડાને મારી ભગાડી મુક્યો હતો. જ્યારે પ્રેમલને હાથ અને પગે ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવથી પ્રેમલ અને તેના પરિવારજનોમાં ખૂબ ગભરાઇ ગયાં હતાં. જ્યારે બનાવને પણ નજરોનજર નિહાળનાર લોકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. નડિયાદ પશ્ચિમમાં થોડા દિવસથી અચાનક ગધેડાની સંખ્યા વધી ગઇ છે અને જાહેર રસ્તા પર રખડતાં ગધેડાથી અકસ્માતના બનાવો પણ બન્યાં છે. જોકે, મંગળવારે પ્રેમલ પર હુમલા કરવાના કિસ્સા બાદ લોકોમાં હવે ભારે નારાજગીની લાગણી જન્મી છે અને રખડતાં ગધેડાને ડબ્બે પુરવા માગણી કરી છે.

નડિયાદમાં ગધેડાઓનો ત્રાસ વધતો જતાંં લોકો તેેના શિકારનો ભોગ બની રહ્યા છે.

પાલિકામાં રજુઆત છતાં પગલાં નહીં

^નડિયાદપશ્ચિમમાં છેલ્લા પંદરેક દિવસથી 20થી 25 ગધેડાનું ડોળું ફરી રહ્યું છે. ટોળાંના ગધેડાં ગમે ત્યારે ગમે તેની પર હુમલો કરી ઇજા પહોંચાડી રહ્યાં છે. ઇન્દીરા ગાંધી માર્ગ પર મંગળવારે એક બાળકને બચકાં ભરવા ઉપરાંત તેને પછાડતાં હાથ પગે ગંભીર ઇજા પહોંચી હતી. સંદર્ભે કાર્યવાહી કરવા પાલિકામાં રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઇ પગલાં ભરાયાં નથી. અનેકવારની રજૂઆત છતાં કોઇ પગલાં નહીં લેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. > વિજયભાઈપટેલ, નગરસેવક,વોર્ડ નં.12, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...