• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વિસનગરમાંઅષાઢી બીજના સવારે 11કલાકે હરિહર સેવા મંડળથી નીકળેલ ભગવાન

વિસનગરમાંઅષાઢી બીજના સવારે 11કલાકે હરિહર સેવા મંડળથી નીકળેલ ભગવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાંઅષાઢી બીજના સવારે 11કલાકે હરિહર સેવા મંડળથી નીકળેલ ભગવાન જગન્નાથની 37મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોર બાદ રથયાત્રા ગૌરવપથ ઉપર આવતાં વરસાદમાં પણ શ્રધ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળતાં જય રણછોડ..માખણ ચોર..ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાંજે પાંચ કલાકે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

વિસનગર શહેરમાં રવિવારના રોજ શહેરના હરિહર સેવા મંડળથી ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગરયાત્રા કરવા નીકળ્યા હતા. જેમાં સૌ પ્રથમ ભગવાનની અારતી અને પૂજન કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિથી સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભગવાનના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળી, બગીઓ સહિતના સાધનો સાથે એક કિ.મી. જેટલી લાંબી નીકળેલ રથયાત્રા સવાલા દરવાજા, દિપક ચાર રસ્તા, દરબાર રોડ, મેઇન બજાર, લાલ દરવાજા, ઉમિયા માતાના મંદિર, નૂતન સ્કુલ, રેલ્વે સર્કલ, ગૌરવપથ જઇ સાંજે પાંચ કલાકે નીજ મંદિર પરત ફરી હતી. બપોર બાદ રથયાત્રા ગૌરવપથ ઉપર પસાર થઇ રહી હતી તે દરમિયાન એકાએક મેઘરાજાએ આગમન કરતાં વરસાદ તુટી પડ્યો હતો પરંતુ વરસતા વરસાદમાં પણ શ્રધ્ધાળુઓનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યાં શ્રધ્ધાળુઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. જ્યારે શહેરના કાજીવાડા અને નવાવાસના નાકે મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...