• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ચેતવણી :કોલમમાં રજૂ થતી પેરોડીનો હેતુ માત્ર મનોરંજનનો છે, જેથી

ચેતવણી :કોલમમાં રજૂ થતી પેરોડીનો હેતુ માત્ર મનોરંજનનો છે, જેથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેતવણી :કોલમમાં રજૂ થતી પેરોડીનો હેતુ માત્ર મનોરંજનનો છે, જેથી તેને ‘રિવ્યૂ’ ગણીને હસી કાઢવાનો આનંદ લઈ શકાય ! ધન્યવાદ.

* * *

રિતેશ દેશમુખ એક બેન્કમાં ઘૂસીને, ટેબલ પર ચડીને, હવામાં ગોળી ચલાવતાં કહે છે “મૈં હું આપ કા ખુશ્બુદાર, ઝાગવાલા... બેન્ક-ચોર !”

મેનેજર કહે છે “ભાઈ, ખુશ્બુદાર તો સમજ્યા પણ તમે ઝાગવાલા શી રીતે થશો ?”

રિતેશ કહે છે “બેટા, આખું પિક્ચર પતતાં પતતાં તો પ્રેક્ષકોનાં મોંમાં ફીણ આવી જશે !”

* * *

રિતેશ અને તેના બે બબૂચક સાથીઓ વારંવાર કહ્યા કહે છે “હમ ચોરી કરને આયે હૈંં... હમ ચોરી કરને આયે હૈં...” સાંભળીને એક જણ પૂછે છે “યાર, તમે આને લૂંટ કેમ નથી કહેતા ?”

રિતેશ : “તમને ખબર છે, લૂંટ કોને કહેવાય ?”

ગ્રાહક : “ના”

રિતેશ : “આ મલ્ટિપ્લેક્સમાં જે 15 રૂપિયાના પોપકોર્નના 50 રૂપિયા લેવાય છે, 20નું કોલ્ડ્રિંક 40માં વેચાય છે અને સવા બે રૂપિયાનાં કાકડી, ટામેટાં અને ચટણી લગાડેલી સેન્ડવિચ જે 60 રૂપિયામાં વેચાય છે ને... તેને લૂંટ કહેવાય! સમજ્યા ?”

* * *

રિતેશ : “એય મેનેજર ! ચલ, બેન્કની તિજોરી ખોલ, એમાંથી કેશ કાઢ... અને કમ્પ્યૂટર ખોલીને અમારા ત્રણ જણાના ખાતામાં 50-50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી અાપ! વરના...”

મેનેજર : “ભઈલા, તારું વરના-બરના રહેવા દે ને ? એક કામ કર, એકાદ કલાક પછી આવજે...”

રિતેશ : “કેમ ?”

મેનેજર : “શું છે, સર્વર ડાઉન છે... હમણાં કનેક્ટિવિટી નથી ને ! એટલે...”

રિતેશની હટી જાય છે. ક્યાંકથી દોરડાં લાવીને એના ટુકડા કરીને, બેન્કમાં જેટલા માણસો હોય છે બધાના હાથ પાછળ રખાવીને, દોરડાં વડે બાંધવા માંડે છે. 40-50 જણાને બાંધતાં બાંધતાં બિચારો હાંફી જાય છે. મેનેજર કહે છે :

“બકા, રૂપિયા માટે આટલી બધી મહેનત કરે છે એના કરતાં બેન્કમાંથી લોન લઈ લેવી હતી ને !”

રિતેશ : “શટ અપ... મારું નામ ચંપક છે, વિજય માલ્યા નથી ! અને હા, હું ખેડૂત પણ નથી !”

* * *

બહુ ફાંફાં મારવા છતાં બેન્કમાંથી ખાસ કેશ મળતી નથી એટલે રિતેશ બેન્કના કસ્ટમરોનાં ખિસ્સાંમાંથી જેટલું પરચૂરણ હોય તે કઢાવવા માંડે છે. એક ગ્રાહક કહે છે “બેટા, ઈતને કમ પૈસે સે તેરા ક્યા હોગા ?”

રિતેશ : “કાકા, તમે જાણતા નથી. અહીં ધાડ પાડવા માટે અમે દોઢ-દોઢ લાખની ત્રણ રિવોલ્વરો ખરીદી છે. એના પૈસા માટે અમે એક સહકારી બેન્કમાંથી લોન લીધી હતી... પરચૂરણમાંથી કમ સે કમ એનો પહેલો હપતો તો ભરાઈ જશે ?”

* * *

રિતેશનો એક બબૂચક સાથી ભૂલમાં મેનેજરના ટેબલ નીચે લગાડેલું એલાર્મનું બટન દબાવી દે છે. થોડીવારમાં પોલીસની જીપ આવીને ઊભી રહે છે. ઈન્સ્પેક્ટર એક હવાલદારને કહે છે “જા ને, જરા જોઈ આવ ને, અંદર શું બબાલ છે ?”

હવાલદાર ડંડો હલાવતો અંદર જાય છે અને હાથ હલાવતો પાછો આવે છે” કશું નથી સર ! તો સરકારી બેન્કના કર્મચારીઓ લંચ-ટાઈમમાં જમી લીધા પછી ટેબલ પર બેઠાં બેેઠાં ઝોકાં ખાયા કરતા હતા ને ? એમાં કોઈ ઘરાકે એમને જગાડવા માટે એલાર્મ વગાડી નાંખ્યું છે...”

* * *

પણ ત્યાં તો સીબીઆઈની જીપો ધસી આવે છે. અંદરથી મૂછો આમળતો વિવેક ઓબેરોય ઉતરે છે. ઈન્સ્પેક્ટર પૂછે છે : “કમાલ છે ? અહીં CBI શા માટે આવી પહોંચી છે ?”

વિવેક ઓબેરોય કહે છે : “ખબર નથી ? CBI એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ... અમે ફિલ્મમાં ‘ઈન્ટેલિજન્સ’ ક્યાં છે તે શોધવા આવ્યા છીએ !”

* * *

બે ત્રણ યંગ ગ્રાહકો રિતેશને પૂછે છે “યાર, તેં શરૂઆતમાં એન્ટ્રી મારી ત્યારે બે-ત્રણ મસ્ત ડબલ-મિનિંગ જોક્સ ફટકારી હતી. હવે બધી જોક્સ ક્યાં ગઈ ?”

રિતેશ : “ટોપા, જોક્સ માત્ર ઓડિયન્સને થિયેટર સુધી લાવીને લૂંટવા માટે હતી !”

* * *

અને હા, ફિલ્મમાં બાબા સહેગલ પણ છે ! શેના માટે ?

વેલ, પ્રોડ્યુસરને લાગ્યું હશે કે પ્રેક્ષકોના દિમાગ ઉપર કદાચ ઓછો બળાત્કાર થશે... એટલે ફિલ્મમાં એક ‘રેપિસ્ટ’ લઈ લીધો !