24 કલાક ધમધમતા રોડ પર લૂંટની વાત ગળે ઉતરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા એસજી હાઈવે પરની ગોતા ચોકડીએથી પોતાનું અપહરણ કરાયાની જસ્મીને દલીલ કરી હતી. પરંતુ પોલીસને અગાઉથી શંકા હતી કે જસ્મીનની દલીલમાં કંઈક અજુગતું છે. સંજોગોમાં તેમણે ફરિયાદી જસ્મીનને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તેના આધારે સઘન પૂછપરછ કરતા જસ્મીન પડી ભાંગ્યો હતો અને વિગતો જણાવી હતી.

તદઉપરાંત ગોતા ચોકડીથી માંડ અડધો કિલોમીટર દૂર સોલા પોલીસ સ્ટેશન આવેલુ છે. તેમ છતાં ત્યાંથી બિલ્ડર જસ્મીન પટેલનું ભરબપોરે અપહરણ કરીને રૂ.53 લાખ લૂંટી લેવામાં આવ્યા હોવાની ઘટના બની છે.આટલું નહીં જસ્મીનનું અપહરણ કરીને લુટારુઓ 5 કિલોમીટર દૂર સુધી લઇ જઇને પૈસા લૂંટીને બિન્દાસ જતા રહ્યાની વાત ગળે ઉતરી નહોતી. હાલમાં સોલા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો લુટારુઓને પકડવા માટે કામે લાગી છે.જ્યારે ખરેખર ઘટના કેવી રીતે બની તેની રજેરજની માહિતી મેળવવા માટે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

પીળા અને સફેદ શર્ટ ધારી લુટારુ હિન્દીમાં વાતો કરતા હોવાનું તારણ

^જસ્મીનનાજણાવ્યા અનુસાર મારુતિ વાનમાં 3 લુટારુ હતા.જેમાંથી તેની ગાડીમાં જબરજસ્તીથી બેસી ગયેલા બે લુટારુમાંથી એકે પીળા રંગનો અને બીજાએ સફેદ શર્ટ પહેર્યો હતો.આ બંને લુટારુઓ અંદર અંદર હિન્દીમાં વાત કરતા હતા.જો કે હજુ સુધી લુટારુઓ સુધી પહોંચી શકાય તેવી કોઇ કડી મળી શકી નથી. > ડી.વી.રાણા,પીઆઈસોલા હાઈકોર્ટ

લૂંટની સમગ્ર ઘટનાનું જસ્મીનને જે રીતે વર્ણન કર્યું હતું તે મુજબ પોલીસે રિકન્સ્ટ્રકશન કરી ઘટનાનો તાગ મેળવ્યો હતો.} ભાસ્કર

ગોતા ચોકડીથી 2 લુટારુઓ જસ્મીનનું અપહરણ કરીને એસપી રિંગ રોડ ઓગણજ ગામની સીમની અવાવરું જગ્યામાં લઇ ગયા હતા.જેનું અંતર 5 કિલોમીટર જેટલુ હોવાનું પોલીસનું કહેવુ છે. 5 કિલોમીટર સુધીમાં પણ ક્યાંય પોલીસનો નાકાબંધી પોઈન્ટ આવ્યો નહીં કે પોલીસ પેટ્રોલિંગની ગાડી સામે મળી નહીં. પરંતુ ગોતા ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાંથી પોતાને લૂંટારુ ઉઠાવી પાંચ કિમી દૂર ઓગણજ લઈ ગયાની યુવાનની દલીલ પોકળ સાબિત થઈ હતી

મજૂરપાસેથી ફોન લઈ કોલ કર્યો

^અમેસોલા સાયન્સ સિટી રોડ ઉપર આવેલા સિલ્વર ક્રસ્ટ બંગલોઝમાં રહીએ છીએ. મારો દીકરો જસ્મીન બુધવારે બપોરે ઓફિસેથી બેંકમાં પૈસા લેવા ગયો હતો અને પૈસા લઇને પાછો ઓફિસ આવી રહ્યો હતો ત્યારે ગોતા ચોકડી પાસે સફેદ મારુતિ વાનમાં આવેલા લુટારુઓએ તેનું અપહરણ કરીને રૂ.53 લાખ લૂંટી લીધા હતા.ઓગણજ બેબિલોન પાસે કોઇ મજૂર પાસેથી મોબાઈલ ફોન લઇને જસ્મીને મને ફોન કર્યો હતો. જેથી અમે પહેલા ઘટના સ્થળે અને ત્યાંથી સોલા પોલીસ સ્ટેશન આવ્યા હતા. > બળદેવપટેલ, જસ્મીનનાપિતા

ગોતા ચોકડી ઉપર ટ્રાફિક અને સોલા પોલીસનો પોઈન્ટ હોવા છતાં લૂંટ - અપહરણની થિયરી ખોટી સાબિત થઈ

અન્ય સમાચારો પણ છે...