વડોદરામાં મહિલા કંડકટરે પાસ માંગતા છેડતી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડકટરે ફરિયાદ કરતાં બંને વિદ્યાર્થીની ધરપકડ

વડોદરાનાકીર્તિસ્થંભ વિસ્તારમાંથી બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ પાસે મહિલા કંડકટરે પાસ માંગ્યા બાદ ધીંગામસ્તી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ મહિલા કંડકટરનો હાથ પકડી છેડતી કરતાં હોબાળો મચી ગયો હતો.

કરજણ તરફ જતી એસ.ટીમાં કીર્તિસ્થંભથી M.S. યુનિવર્સિટીમાં એફ.વાય.બી.કોમમાં અભ્યાસ કરતા પોર ગામના ધવલ સંજયભાઇ શાહ અને કુંદનસિંહ પર્વતસિંહ પઢીયાર સહિત 5 થી વધુ વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા.બસમાં મહિલા કંડકટરે વિદ્યાર્થીઓ પાસે પાસ માગ્યો હતો.આ વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓએ મહિલા કંડકટરનો હાથ પકડી તેની સાથે છેડતી કરી હતી. મહિલા કંડકટર પોતાની બસ સીધી પોલીસ મથક પાસે લઇ ગઇ હતી અને બંને વિદ્યાર્થીને પોલીસને હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...