• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • રોંગ નંબરથી મળેલા યુવક સાથે પ્રેમ થતાં યુવતી ઘરેથી ભાગી, મહિલા હેલ્પલાઇને પ્રેમીનો ભાંડો ફોડી ય

રોંગ નંબરથી મળેલા યુવક સાથે પ્રેમ થતાં યુવતી ઘરેથી ભાગી, મહિલા હેલ્પલાઇને પ્રેમીનો ભાંડો ફોડી યુવતીને ભાન કરાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીરોંગ નંબર પરથી મળ‌ેલા યુવકના પ્રેમમાં પડી. પ્રેમી સાથે લગ્ન કરવા ઘરેથી ભાગેલી યુવતીને ટ્રેઇનમાં ટીસીએ ટીકીટ વગર પકડી પોલીસને સોંપી. પુછપરછમાં ખબર પડી કે યુવતી ઘરેથી ભાગીને આવી છે. પોલીસે 181ની મદદ લઇ કાઉન્સેલીંગ કરાવ્યું. યુવતીનો પ્રેમ જોઇ 181ને પ્રેમીને યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા પ્રેમીએ કહ્યું કે હું એની સાથે લગ્ન નહી કરું. હું કપડા બદલુ છું.’ અંતે યુવતીનો ભ્રમ ભાંગ્યો હતો.

ગોધરામાં રહેતી 18 વર્ષીય સ્વેતાના ફોન પર 11 મહિના પહેલા એક રોંગ નંબર આવ્યો. ફોન પર 30 વર્ષનો રાહુલ હતો. બન્ને ફોન એકબીજાના પ્રેમમાં પડ્યા. મોડી રાત સુધી ફોન પર એકબીજા સાથે વાત કરવી તેમનો નિત્યક્રમ બની ગયો હતો. ગુરુવારે સ્વેતા રાહુલ સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેના માતા પિતાને ખબર પડી જતા તેમણે તેનો ફોન લઇ લીધો. તેમજ તેને યુવકને ભૂલી જવા દબાણ કરી મારઝુડ કરી હતી, પણ સ્વેતા એકની બે થઇ. અંતે સ્વેતાએ કોઇનો ફોન મેળવી રાહુલને ફોન કર્યો ને પૂછ્યું ‘તું મારી સાથે લગ્ન કરીશω. તો હું ઘરેથી ભાગીને આવું.’ રાહુલે લગ્ન કરવાની હા પાડતા સ્વેતા ઘરેથી ભાગી બન્નેએ ડાકોર મળવાનું નક્કી કર્યું હોઇ ત્યાં જવા ટ્રેઇનમાં બેસી હતી. ટિકીટ હોવાથી ટીસીએ તેને પોલીસને સોંપી હતી. યુવતી ભાગીને આવી હોઇ પોલીસે મહિલા હેલ્પલાઇન 181 અભ્યમ્ની મદદ માંગતા તેના કાઉન્સેલર રિટાબહેન આવી ગયા હતા. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરતી હોઇ. રિટા બહેને રાહુલને ફોન કરી પુછ્યું કે તુ યુવતી સાથે લગ્ન કરીશω તો યુવકે ફોન પર જવાબ આપ્યો કે, એના જેવી 17 ફેરવી નાંખી. હું બધી સાથે થોડો લગ્ન કરવાનો છું. હુ કપડાની જેમ છોકરીઓ બદલું છું. છોકરીઓની સાથે રમવું મારો શોખ છે, હું તારી સાથે કંઈ લગ્ન નથી કરવાનો. યુવકની વાત સ્પિકર પર સ્વેતાને સંભળાવતા સ્વેતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. યુવતીને આઘાત લાગતા તેનું કાઉન્સેલિંગ કરી તેને માતા પિતાને સોંપવામાં આવી હતી.

(પાત્રોનાનામ બદલ્યો)

અન્ય સમાચારો પણ છે...