• Gujarati News
  • આણંદમાં વાહનચોરોનો આતંક : ૫ વાહનો ચોરાયાં

આણંદમાં વાહનચોરોનો આતંક : ૫ વાહનો ચોરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે દિવસમાં આણંદ વિસ્તારમાંથી તસ્કરોએ વાહનો સાથે ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવ્યો છે. આણંદ -વિધાનગર શહેરમાં છેલ્લા એક માસથી ચોરીનું પ્રમાણ ખુબ જ વધી જતાં નગરજનોમાં પોતાના જાનમાલની દહેશત વર્તાઇ રહી છે.
પોલીસના જણાવ્યાં મુજબ આણંદ શહેરમાં વ્યાયામશાળા રોડ ઉપર પારીજાત એપાર્ટમેન્ટમાં રહેતા નિમેશભાઇ નટવરલાલ પટેલે તાજેતરમાં પોતાની ૫૦ હજારની મારૂતિ કાર પોતાના ફલેટની બહાર પાર્ક કરી હતી. દરમિયાન ૧૯મી ઓગસ્ટની વહેલી સવારે કોઇ ઇસમ તેઓની કારની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. આ અંગે નિમેશભાઇ પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આણંદ શહેરમાં ગણેશ ચોકડીએ રહેતા દિનેશભાઇ ભગવાનભાઇ ગોહેલે પોતાની ૫૦ હજારની સીએનજી રિ ાા ૨૦મી ઓગસ્ટની સવારે આણંદ શહેરમાં એમરી હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. જયાંથી કોઇ ઇસમ રિ ાાની ચોરી કરી ગયો હતો. આ અંગે દિનેશભાઇ ગોહેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોહતો.
મિનરવા ગેસ્ટ હાઉસ પાસેથી બાઇકની ઉઠાંતરી
આણંદ તાલુકાના રામનગર ખાતે રહેતા ભરણભાઇ રમણભાઇ પટેલે ૧૯મી ઓગસ્ટના રોજ પોતાનું બાઇક આણંદ શહેરમાં મિનરવા ગેસ્ટહાઉસની સામે ધર્મેશ્વર મહાદેવના મંદિરના ઓટલા નજીક પાર્ક કર્યુ હતું. જયાંથી કોઇ ઇસમ ૧૮ હજારની બાઇક ચોરી કરી ગયો હતો. આ અંગે ભરતભાઇએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મેથીચૌલી સોસાયટીમાંથી એકિટવા ચોરાયું
આણંદ શહેરમાં એપીસી સામે આવેલી મેથીચૌલી સોસાયટીમાં રહેતા સંજયકુમાર વિનોદચંદ્ર ત્રિવેદીએ ૧૫ હજારનું હોન્ડા એકિટવા ઘર પાસે પાર્ક કર્યુ હતું. દરમિયાન ૨૦મી ઓગસ્ટની ભરબપોરે કોઇ ઇસમ ઘર પાસેથી તેઓનું એકિટવા ચોરી કરી ગયો હતો. આ અંગે સંજયકુમાર ત્રિવેદીએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.