• Gujarati News
  • એક વર્ષ પૂર્વેના નવાગામ હત્યા કેસમાં પાંચ ઈસમની અટકાયત

એક વર્ષ પૂર્વેના નવાગામ હત્યા કેસમાં પાંચ ઈસમની અટકાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તાલુકાના નવાગામમાં એક વર્ષ અગાઉ થયેલાં ઝઘડાની અદાવત રાખી સાત ઈસમોએ ભેગાં મળી એક વ્યકિતને લોખંડની પાઇપ તથા લાકડીઓથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. આ ગુનામાં સંડોવાયેલી પાંચ વ્યકિતની ખેડા શહેર પોલીસે બુધવારે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ખેડા તાલુકાના નવાગામ ખાતે વર્ષાબહેન રમેશભાઈ સોલંકી રહે છે. તેઓ ૧૩મીના રોજ સાંજના ૭ કલાકે ગામમાંથી પસાર થતાં હતાં. તે વખતે ગામનાં લ મીબહેન શામજીભાઈ પરમારે અગાઉ એક વર્ષ ઉપર થયેલાં ઝઘડાની અદાવત રાખી વર્ષાબહેનને રોડ પર પાડી દઈ ગડદાપાટુંનો માર માર્યોહતો. આ વખતે શામજીભાઈ હિરાભાઈ પરમાર, પાલાભાઈ હિરાભાઈ પરમાર, દાનાભાઈ હિરાભાઈ પરમાર, પ્રવિણભાઈ હીરાભાઈ પરમાર, દેવાભાઈ સોમાભાઈ સુમણિયા તથા સોમાભાઈ રાણાભાઈ સુમણિયા એકસંપ કરી મંડળી રચી હાથમાં લોખંડની પાઇપ લઈ દોડી આવ્યા હતા. આ વખતે શામજીભાઈએ વર્ષાબેનને જમણાપગે તથા કમરના ભાગે લોખંડની પાઇપથી માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવની જાણ વર્ષાબહેનનાં સસરાં દેવજીભાઈ પૂજાભાઈ સોલંકીને થતાં તેઓ તથા ધનીબહેન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ વખતે ઉશ્કેરાયેલાં ઈસમોએ દેવજીભાઈને પાઇપથી માર મારતાં તેઓ પોતાનો જીવ બચાવવા ઘરનાં ધાબા ઉપર ચઢી ગયા હતા. દરમિયાન ઉપરોકત ઈસમોએ એક સંપ થઈ દેવજીભાઈના ઘર પર હુલ્લડ કરી તેમના ઘરના ધાબા ઉપર ચઢી ગયા હતા અને લોખંડની પાઈપો વડે માથામાં તથા શરીરના અન્ય ભાગોએ મારમારતાં દેવજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દેવજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જયાં સારવાર દરમિયાન બુધવારે સવારે દેવજીભાઈ (ઉ.વ.૬૦)નું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ સંદર્ભે વર્ષાબેન રમેશભાઈ સોલંકીએ ખેડા શહેર પોલીસ મથકે શામજીભાઈ પરમાર સહિત સાત ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બુધવારે પોલીસે શામજીભાઈ હિરાભાઈ પરમાર (રહે.નવાગામ), પ્રવિણભાઈ હીરાભાઈ પરમાર(રહે.બોટાદ), પાલાભાઈ હિરાભાઈ પરમાર, દાનાભાઈ હિરાભાઈ પરમાર (રહે.હિંગળોજ, તા.ગઢડા) તથા લ મણ ઊર્ફે ચકુભાઈ ડાાાભાઈ મકવાણા (રહે.નરોડા, અમદાવાદ)ની અટકાયત કરી કોટર્માં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.