તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદની ઘટનાના પગલે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર/હળવધ/ધ્રાંગધ્રા | ગત શુક્રવારે ધ્રાંગધ્રામાં થયેલા હુમલા બાદ ક્ષત્રિય આગેવાનની હત્યાના એક સપ્તાહમાં જૂથ અથડામણની વધુ એક ઘટના હળવદ પાસે બની છે. ધ્રાંગધ્રામાં ક્ષત્રિય અગ્રણી ઇન્દ્રસિંહ ઝાલાના ગુરુવારે યોજાયેલા બેસણામાંથી પરત ફરતી વેળાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજના જૂથની તકરાર થઇ હતી અને દરમિયાન થયેલા ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને બેની હત્યા કરાઇ હતી જ્યારે 6ને ઈજા થઈ છે. વધુમાં અફવા ફેલાવતો વીડિયો વાઈરલ થતા ઉશ્કેરાટ વધી ગયો હતો. એસઆરપીની 15 ટુકડી મોકલાઈ છે.


હળવદની ઘટનાના પગલે સોલડી પાસે પણ ટોળા રસ્તા પર આવી ગયા હતા અને પથ્થરમારો કરાયો હતો જેમાં પણ વધુ એકની હત્યા કરી નંખાઇ હતી તો અન્ય ચારને ઇજા થઇ હતી. કુલ બેની હત્યા અને છને ઇજા થઇ હતી. ફાયરિંગ સહિતની ઘટનાના પગલે હળવદ ઉપરાંત ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

...અનુસંધાન પાનાં નં.4

35થી વધુ વાહનોને આગ લગાડવામાં આવી હતી. રાત્રે મોબાઇલ ફોન ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

હળવદમાં ભરવાડ સમાજ દ્વારા આગામી સમયમાં ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ હોઇ જીઆઇડીસીમાં આવેલા ઠાકરધણીના મંદીરે મીટીંગ યોજાઇ હતી. બેસણામાંથી પરત ફરતા લોકો સાથે સ્થળે અથડામણ થઇ હતી. જેમાં ગોલાસણ ગામના રાણાભાઇ ભલુભાઇ ભરવાડનું મોત થયુ હતુ. જૂથ અથડામણની આગ ગામડાઓમાં પણ ફેલાઇ હતી. હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પરના ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. જેમાં સોલડીપાસે પથ્થરમારો તથા અથડામણની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાણાભાઇ કમાભાઇ ભરવાડનું મોત થયુ હતું . ચીત્રોડી ખાતે રહેતા અને બે સગાભાઇ ખેતાભાઇ નાગજીભાઇ ભરવાડ, વાલાભાઇ નાગજીભાઇ ભરવાડને ઇજા થતા સારવાર માટે તાબડતોબ મોરબી લઇ જવામાં આવ્યા હતા. તો સોલડી પાસેની ઘટનામાં પણ અન્ય ચારને ઇજા થઇ હતી.

હળવદ પાસે મંદીર પાસે પડેલા બાઇક તથા કાર સહિત 35 જેટલા વાહનોને આગ લગાવવામાં આવી હતી. આથી મિનિટોના સમયમાં હળવદ હાઇવે તથા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી થતા પોલીસે સતત પેટ્રોલીંગ ચાલુ કરી મામલો થાળે પાડવા દોડધામ શરૂ કરી હતી.

એસઆરપીની 15 ટૂકડીઓ બોલાવાઇ

સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે હજુ પણ અથડામણ અને આગચંપીના અન્ય ગામોમાં બનાવ બને તેવી શકયતાઓ સેવાઇ રહી છે. આથી અગમચેતીના સ્વરૂપે વધુ 15 એસ આર પીની ટૂકડીઓ તાત્કાલીક બોલાવવામાં આવી છે.

હળવદમાં વાહનોને આગચંપી

એસઆરપીની 15 ટુકડીઓ બોલાવાઇ, 700 મુસાફરો અટવાયા

અહેવાલ પાનાં નં.8

{અફવા ફેલાવતો વીડિયો વાઈરલ થતા ઉશ્કેરાટ

ક્ષત્રિય-ભરવાડ વચ્ચેની જૂથ અથડામણના પગલે ભારે તોડફોડ કરાઈ હતી. ફોટો : કિશોર પારેખ

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે થોડા સમય માટે બંધ

જૂથ અથડામણ બાદ હત્યાની ઘટનાના પગલે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચેના ચુલી અને સોલડી પાસે ટોળાંઅો રસ્તા પર આવી ગયા હતાં. પથ્થરમારાના પગલે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને એક તબક્કે હાઇ વે પરનો વાહનવ્યવહાર અમુક સમય પૂરતો બંધ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...