ફિફા કોંગ્રેસમાં બોમ્બની ધમકીથી અફડાતફડીનો માહોલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિફાકોંગ્રેસમાં બોમ્બની ધમકીથી અફડાતફડી મચી ગઇ હતી. સ્વિટ્ઝર્લેન્ડ પોલિસ ધમકીની તપાસ કરી છે અને પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધમકી ફિફા કોંગ્રેસ સામે આપવામાં આવી તે બાબતને મારું સમર્થન છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ધમકી બાદ ફિફાની વાર્ષિક કોંગ્રેસનું સમાપન થયું હતું. બોમ્બની ધમકી મળતાની સાથે પૂરા બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું હતું અને બોમ્બવિરોધી ટૂકડીએ સંપૂર્ણ તપાસ કર્યા બાદ કોંગ્રેસને આગળ ધપાવવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું.

ચોમેરથી રાજીનામાંની માગણીનો સામનો કરી રહેલા ફિફા પ્રમુખ સેપ બ્લેટરે એકતા જાળવી રાખવાનો આગ્રહ કરીને જણાવ્યું હતું કે રશિયા અને કતારને 2018 તથા 2022ના વર્લ્ડ કપની યજમાની આપવામાં આવી છે તેથી ફૂટબોલની વિશ્વ સંચાલક સંસ્થાનો સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ફિફાને બે જૂથમાં વહેંચી નાખવાનું યોગ્ય નથી કારણથી જૂથબંધી ફૂટબોલના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. જોકે બ્લાટરે કોંગ્રેસની શરૂઆતમાં પ્રત્યેક વ્યક્તિ પર પ્રત્યેક સમયે નજર રાખી શકાય નહીં તેવું નિવેદન કરીને સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકાના તપાસકર્તાઓની ભલામણના આધારે ધરપકડ થયેલા કેટલાક અધિકારીઓના વિવાદથી પોતાને દૂર કરી દીધા હતા.

બ્લાટરે જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસ ફિફા માટે આસાન રહેશે નહીં. મને પૂરો વિશ્વાસ છે કે હજુ વધારે ખરાબ સમાચાર આવશે પરંતુ હાલમાં સભ્ય સંસ્થાઓનો ભરોસો હાંસલ કરવાની જરૂર છે. કેટલીક વ્યક્તિઓના કૌભાંડના કારણે ફૂટબોલ જગતને શરમજનક સ્થિતિમાંથી પસાર થઇને અપમાનિત થવું પડ્યું છે.

ભ્રષ્ટાચારનાઆરોપો નકાર્યા : આંતરરાષ્ટ્રીયફૂટબોલ સંઘને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થાબો મબેકીએ આરોપોનું ખંડન કર્યું હતું કે જેમાં જણાવાયું હતું કે તેમની સરકારે 2010ના વર્લ્ડ કપની યજમાની માટે લાંચ આપી હતી.

ભૂતપૂર્વ ઉપપ્રમુખ જેક વોર્નરને જામીન, ત્રિનિદાદની જેલમાંથી બહાર આવ્યા

પોર્ટ ઓફ સ્પેન : ઇન્ટરનેશનલફૂટબોલ ફેડરેશન (ફિફા)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જૈક વોર્નર કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી બહાર આવ્યા છે. વોર્નરનો ફિફાના ધરપકડ કરવામાં આવેલા નવ અધિકારીઓમાં સમાવેશ થાય છે અને તેમની સામે અમેરિકન ન્યાય વિભાગે 15 કરોડ ડોલર કરતાં પણ વધારે રકમની લાંચ લીધી હોવાના આક્ષેપ કર્યા છે. ફિફાના સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ વોર્નર પર આક્ષેપ છે કે તેમણે સાઉથ આફ્રિકન સરકાર પાસેથી 2010ના વર્લ્ડ કપના આયોજન માટે એક કરોડ ડોલરની લાંચ લીધી હતી. આરોપ લાગ્યા બાદ 72 વર્ષીય વોર્નરે અમેરિકાના તપાસ અધિકારીો સામે સમર્પણ કર્યું હતું અને ફિર જામીન મળ્યા બાદ તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગો જેલમાંથી એમ્બ્યુલન્સ દ્વારા બહાર આવ્યા હતા.

કલંક|ફિફાને બે જૂથમાં વહેંચવું યોગ્ય નથી, જૂથબંધી ફૂટબોલના વિકાસમાં અંતરાયરૂપ બનશે : પ્રમુખ સેપ બ્લાટર

અન્ય સમાચારો પણ છે...