હિઝબુલ કમાન્ડર સહિત 3 આતંકી ઠાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં આતંકીઓ સાથે 12 કલાક અથડામણ, જવાનોએ વિસ્ફોટથી આતંકીઓનું ઘર ફૂંકી માર્યું

શોપિયાંના અવનીરા ગામમાં રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે ક્ષેત્રમાં હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓ સંતાયા હોવાની ગુપ્ત સૂચનાને આધારે શનિવારે શોધખોળ અભિયાન હાથ ધર્યુ હતું. જોકે અભિયાન હાથ ધરાતાં સ્થાનિકો માર્ગો પર ઊતરી આવ્યા હતા અને કાર્યવાહીમાં અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાદળોએ આગળ વધતાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને જેનો જડબાતોડ જવાબ અપાયો હતો. દરમિયાન આતંકીઓ જે ઘરમાં સંતાયા હતા ત્યાં વિસ્ફોટ કરી સુરક્ષાદળોએ મકાનને ઊડાવી દીધો હતો.

શ્રીનગર | જમ્મુ-કાશ્મીરપોલીસે આપેલી માહિતી પ્રમાણે બાંદીપોરામાં પણ શોધખોળ અભિયાન હાથ ધરનારા સુરક્ષા દળો અને પોલીસ ટુકડી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક આર્મી જવાન અને બે પોલીસકર્મી ઘવાયા હતા. ગુપ્તચરો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન સુરક્ષાદળોએ બાંદીપોરા જિલ્લાને ઘેરી મોહલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...