પુરાવાની જરૂર નથી, રૂ. 500માં બની જાય છે આધાર કાર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિકઆઇડેન્ટિટી નંબર એટલે કે આધાર કાર્ડ ફરજિયાત બનાવાયું છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી આધાર કાર્ડનું મહત્ત્વ વધી જાય છે. આધાર કાર્ડ બનાવવા માટે જન્મ પ્રમાણપત્ર સહિતના પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ અમદાવાદમાં પુરાવા વિના આધાર કાર્ડ બની રહ્યાં છે. ‘દિવ્ય ભાસ્કર’એ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ નાનકડી દુકાનમાં બેસતા એજન્ટ પાસે દસ્તાવેજ વિના રૂ. 500માં કાર્ડ બનાવડાવ્યું. અત્યાર સુધીમાં 10,000થી વધુ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું એજન્ટનું કહેવું છે અને પુરાવા વિના પણ સરળતાથી આધાર કાર્ડ બની જશે, તેમ પણ કહ્યું હતું. દેશમાં કુલ 1,169,774,151 અને ગુજરાતમાં કુલ 5, 97,10000 જેટલા બન્યા છે. આમાંથી કેટલા કાર્ડ પુરાવા વિના બન્યા, તે તપાસનો વિષય છે.

મ્યુનિ. કોર્પોરેશનની પાછળ, દાણીલીમડા ફાયર સ્ટેશનની સામે સિદ્ધિ વિનાયક ઝેરોક્સ સેન્ટર છે. અહીં પુરાવા વિના આધાર કાર્ડ બન્યું છે.

આધાર કાર્ડ અહીં બન્યું

અેજન્ટે કહ્યું, બની જશે, અમારું મોટું સેટિંગ છે, તમને નહીં સમજાય

અન્ય સમાચારો પણ છે...