તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

डડકવર્થ-લૂઈસનો ‘ચેપી’ ચેપ !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાર, આપણે શ્રીલંકા સામે મહેનત કરીને ત્રણસો એકવીસ રન બનાવવા છતાં હારી ગયા !

અને પેલું પાકિસ્તાન ? દ.આફ્રિકા સામે માંડ સવાસો રન પણ નહિ કરવા છતાં જીતી ગયું !

કારણ શું ? તો કહે, ડકવર્થ-લૂઈસનો નિયમ ! યાર, નિયમને અટકાવો ! નહિતર એનો ચેપ બીજાં ક્ષેત્રોમાં ફેલાશે તો શું શું થશે ?...

* * *

ડકવર્થ-લૂઈસસંસદમાં...

સંસદમાંપ્રશ્નકાલ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ કોઈ મિનિસ્ટર આપી રહ્યા છે. એવામાં કોઈ સાંસદ સાવ અણ-છાજતી કોમેન્ટ કરે છે. જેના કારણે ગૃહમાં હંગામો મચી જાય છે...

શોરબકોર, ધમાચકડી, ટીંગાટોળી અને સામસામી મારામારી બાદ ગૃહ મુલતવી રહે છે.

ત્યાર બાદ જ્યારે કાર્યવાહી ફરી શરૂ થાય છે ત્યારે સ્પીકર મહોદય કહે છે કે બરબાદ થયેલો સમય પ્રશ્નકાલમાંથી બાદ થઈ ગયો હોવાથી હવે તે પ્રશ્નનો જવાબ મંત્રીશ્રીએ માત્ર 37 સેકન્ડ અને 42 શબ્દોના ટાર્ગેટમાં આપી દેવાનો રહેશે !

* * *

ડકવર્થ-લૂઈસભ્રષ્ટાચાર કેસમાં

કેન્દ્રસરકારે નવો હુકમ બહાર પાડ્યો છે કે સરકારી કર્મચારી સામેના ભ્રષ્ટાચારના કેસની તપાસ કોઈપણ 6 મહિનામાં પૂરી થઈ જવી જોઈએ !

જોયું ? લિમિટેડ ઓવરની મેચ જેવું થયું ને ?

હવે પેલો કર્મચારી પોતાની વગ વાપરીને, પૈસા ખવડાવીને, ગમે તેમ કરીને પોતાની વિરુદ્ધના પુરાવાની ફાઈલો ગાયબ કરાવી નાંખે છે !

તપાસ ચાર મહિના સુધી થઈ શકતી નથી !

છેવટે જ્યારે અડધા-પડધા પુરાવા અને કાચા-પાકા સાક્ષીઓની મદદથી તપાસ શરૂ થાય ત્યારે ઉપરથી સરકારનો હુકમ આવે છે :

“કેસ ભલે 30 કરોડની ગોબાચારીનો હોય, પરંતુ આટલો સમય બરબાદ થવાને કારણે હવે તેેને માત્ર 3 લાખની હિસાબ-ચૂકનો કેસ ગણવામાં આવે !”

* * *

ડકવર્થ-લૂઈસબેન્ક-લોનમાં

મોટીકંપનીઓના એક માલિકને 900 કરોડ રૂપિયાની લોન આપવામાં આવે છે.

માલિક તે લોન ચૂકવી શકતો નથી. (વરસાદ પડ્યો, યુસી ?) તેથી તેને ખોટના ખાડામાંથી બહાર લાવવામાં મદદ માટે બીજા 600 કરોડની લોન આપવામાં આવે છે.

આને લીધે કંપનીના શેરના ભાવ ઊંચકાઈ જાય છે. તેથી તેને બીજી બેન્કોમાંથી બીજા 3000 કરોડની લોનો મળી જાય છે. પણ કંપનીઓ ફડચામાં જાય છે...

માલિક ‘દાવ’ આપ્યા વિના વિદેશ ભાગી જાય છે...

શું કહ્યું ? બેન્કોએ વરસો પહેલાં ડકવર્થ-લૂઈસને અપનાવી લીધા હતા ?! બોલો... {મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...