તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપરીત પરિસ્થિતિ સામે લડીને ટ્રેન્ડસેટર બનો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનોજકુમાર સાહૂઃ અંગ્રેજી અને જે વિષય તેમણે અભ્યાસ માટે પસંદ કર્યો એના પર માસ્ટરી સાથે તેઓ ઉત્કલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પોસ્ટગ્રેજ્યુટ છે. હાલમાં તેઓ ઓરિસાની સ્ટાફ સિલેક્શન કમિશનની પરિક્ષામાં પસંદ થયા છે. પરંતુ વાર્તાનું બીજી પાસું છે કે તેઓ ભુવનેશ્વરની ઝૂંપડપટ્ટી સલિયા-સાહીમાં ભણ્યા છે જે સમાજની ઘણી ખરાબીઓ માટે જાણીતી છે. પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તેઓ બાળકોને ટ્યુશન કરાવતા. તેઓ માનતા હતા કે ઇતિહાસે તેમને અપમાનનો સામનો કરતા શીખવ્યો, જે તેમને પોતાની જિંદગીમાં સહન કરવો પડ્યો છે.

એવું ફક્ત માટે હતું કે, કેમ કે તેઓ તાળા સરખા કરનારના પુત્ર હતા. વિસ્તારમાં કંઈ પણ ખોટું થતું તો પોલીસથી માંડીને સામાન્ય માણસ સુધી બધા તેમને નીચી નજરથી જોતા, જાણે તેઓ તેના માટે જવાબદાર હોય. અપમાનથી પીડિત થઈને ફક્ત મનોજ, બલ્કે તેમના બંને ભાઈઓએ સંકલ્પ લીધો કે તેઓ સમાજને સબક શીખવાડીને રહેશે. આજે તેમાંથી એક તો સૉફ્ટવેર એન્જિનિયર છે અને બીજો કેન્દ્રીય ઔદ્યોગોકિ બળમાં કૉન્સ્ટેબલ. મનોજ કંપની સેક્રેટરીનો કોર્સ કરે છે અને પીએચ.ડી. કરવાનું લક્ષ્ય છે.

મદન મેહેરઃ ઓરિસ્સાના સંબલપુર જિલ્લામાં તેમનું આખું બાળપણ પિતા સાથે જૂતા સરખા કરવામાં વીત્યું. તેમનું અને તેમના ભાઈઓનું હંમેશાં અપમાન કરાતું, ઠેકડી ઉડાવવામાં આવતી અને લોકો તેમને સામાન્ય રીતે સમાજ પર કલંકની તરીકે જોતા, પરંતુ તેમણે અપેક્ષા છોડી.

હવે ઝડપથી 2017માં આવી જઈએ. આજે જો તમે એમની સાથે ‘અફઘાનિસ્તાનમાં નાટો અને યુરોપીય સંઘની ભાગીદારી’ વિષય પર ચર્ચા કરશો તો હું શરત લગાઉં છું કે તમે હારી જશો. માટે નહીં કે યુવાને પોતાના રાજ્યની બહાર પગલું માંડવાનો નિર્ણય લીધો, બલ્કે આંતરરાષ્ટ્રીય વિષય પર ઉચ્ચ અભ્યાસ કરવાનો પણ નિર્ણય લીધો. સપનું સરળતાથી પૂરું નથી થયું. તેમણે સંબલપુર યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો. જ્યારે તેઓ નવી દિલ્હીના જેએનયુમાં પીએચ.ડી. કરવા માટે ઓરિસ્સા છોડીને ગયા તો અચાનક તેમના પિતા અને પછી પરિવારના બે સભ્યોનું મૃત્યુ થઈ ગયું. તેમને અભ્યાસ છોડીને માતાની સારસંભાળ માટે ગામ પાછું ફરવું પડ્યું. દિવસે તેમને ખબર પડી કે એનઈટી પરીક્ષા પાસ થઈ ગઈ છે અને તેમને જુનિયર રિસર્ચ ફેલોશિપ મળી છે. તેમની માતાએ તેમને હિંમત આપી અને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. અત્યાર સુધી એમણે 14 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં 14 રિસર્ચ પેપર રજૂ કર્યાં છે અને બે પુસ્તકો પણ લખ્યા છે. વર્તમાનમાં તેઓ વક્તા છે.

મુન્ના મુર્મુઃ બરાબર 12 વર્ષ પહેલાં ગામના કોઈ છોકરાની જેમ હતા, જ્યારે તેમનો પરિવાર બે ટંકની રોટલી માટે સંઘર્ષમાં કરતો હતો. તેમના પિતા ભુવનેશ્વરથી 16 કિલોમીટર દૂરના ખેતરમાં કામ કરતા, ઝાડ નીચે બેસીને વાંચતા. એક દિવસ પિતાની મુલાકાત કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના અધિકારી સાથે થઈ, જેમણે તેમને ભુવનેશ્વરની એક સ્કૂલ વિશે જણાવ્યું, જ્યાં તેને ભણવા મોકલ્યો. તેમના જીવનમાં નિર્ણાયક તબક્કો સાબિત થયો. કેઆઈએસએસમાં અધ્યાપક કોઈ એવા યુવાનની શોધમાં હતા, જે ઝડપથી દોડી શકે. યુવાન દોડમાં પરિવારથી દૂર થવાને કારણે પેદા થયેલા ગુસ્સા સાથે દોડ્યો! પછીના દિવસે તે કેઆઈએસએસની અંડર-30 રગ્બી ટીમનો ભાગ બની ગયો હતો, જે લાઓસમાં થનારી એશિયન રગ્બી ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની હતી. યુવકે કેઆઈએસએસનું પ્રતિનિધિત્વ કર્યું અને 2009માં ફ્રાન્સ પણ ગયો. આજે 23 વર્ષીય મુર્મુ રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટગ્રેજ્યુએશન કરે છે, નેશનલ રગ્બીનો સભ્ય છે જે તેના જેવા પ્રોફેશનલ ખેલાડીઓની મદદ કરવાના ઉદ્દેશથી એક લીગ બનાવવાની યોજના બનાવી રહ્યો છે. હરિવંશરાય બચ્ચનની કવિતાને યાદ કરો, જે કહે છે, ‘કુછ કરે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.’

એન. રઘુરામન

raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો