તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજાના ભલા માટે જીવ્યું જીવન સાર્થક છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રેરણા|બાળપણમાં ગ્રામીણ જીવનમાં સંતો પાસેથી મળેલી તાલીમ અને વડીલોનું સદાચારી, તપસ્વી જીવન

મારા જીવન વિશે જ્યારે વિચારું છું, ત્યારે અહીં સુધી પહોંચવાની યાત્રામાં અનેક પ્રસંગો, અનેક લોકો યાદ આવે છે, જેમના સંયોગથી મારું જીવન રૂપમાં છે કે જેની સાર્થકતા લઈને હું જીવી શકું. આમ પણ, એવું ખૂબ ઓછું હોય છે કે કોઈ એક ઘટના તમારું જીવન બદલી નાખે. હકીકતમા઼, જિંદગી એક નિરંતરતા છે, એક વિચારયાત્રા છે, સારાનરસા અનુભવોનો સરવાળો છે, જેના થકી વ્યક્તિત્વ નિખરે છે.

હું જે ઘરમાં જન્મ્યો મથુરા જિલ્લાના જાણીતા તીર્થ ‘દાઉજી’ જેને સરકારી દસ્તાવેજોમાં ‘બળદેવ’ લખવામાં આવે છે, તેની પાસેના એક ગામ ‘પરનૌલી’માં સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ જ્ઞાન તેમજ સેવામાં ઉછર્યો. હું નાનો હતો, ત્યારે બધી બાબતો સમજમાં નહોતી આવતી. આમ છતાંય થતું કે ત્યાં કોઈ મહાનતા ભલે હોય, પરંતુ જિંદગીનો અર્થ, માનવતાનો બોધ અને સમાજ તેમજ દેશ પ્રત્યે મારી જવાબદારીનુ ભાન હતું. વાતાવરણમાંથી હું શીખ્યો કે જીવનમાં મહાનતા કે સફળતા મેળવવી મહત્ત્વની નથી, પરંતુ મહત્ત્વ વાતનું છે કે પોતાના અને બીજાના ઉત્કર્ષ માટે કેટલું સાર્થક જીવન જીવ્યા.

મારા બાબા નિરક્ષર સામાન્ય ખેડૂત હતા, પરંતુ સાધુઓની સંગત ખૂબ કરતા. તેમની સાથે રામાયણ-મહાભારતની અનેક કથાઓ, ચર્ચાઓ મેં સાભળી. તેઓ સારા ગાયક હતા. વ્રજના જિકડી ભજન કે ચિકાડા (સારંગી) પર રાજા જળનું આખ્યાન ગાવામાં તેઓ આસપાસના વિસ્તારમાં જાણીતા હતા. બાળપણમાં હું તેમની સાથે ખેતરમાં કામ કરતી વખતે કે બળદ-ભેંસોને ચારો નીરતી વખતે અનેક કવિતાઓ, દુહા અને આખ્યાનોના ટુકડા મને કંઠસ્થ થઈ ગયા હતા. ઘરની સામે ચબૂતરા પર તેમની સાથે બેઠેલા લોકોની વચ્ચે જ્યારે મને વડીલો કંઈક ગાવાનું કહેતા, તો હું તેમાંથી કંઈક ગાઈ લેતો. લોકો ખુશ થઈને કહેતા, ‘આખરે ફૂલચંદનો દોહિત્ર છે, સૂરીલું ગાવાનો.’ તો મારું બાળમાનસ ફૂલાળીને ફાળકો થઈ જતું. મારા પિતા પણ ખૂબ સારું ગાતા. હાર્મોનિયમ સાથે ભજન સાંભળવા લોકો દૂર-દૂરથી એકઠા થતા.

બાબા મને કહેતા કે રાજા નળ એટલા ધર્મનિષ્ઠ હતા કે પંખીઓ પણ તેમની માથે છાંયો કરતાં. તેમની વાર્તા સાંભળીને મારા મનમાં વાત બેસી ગઈ કે સદગુણ-સદાચારવાળું પરોપકારી જીવન બધાનો પ્રેમ અને સન્માન મેળવે છે. ખેતીની જમીનના ભાગલા અંગે પરિવારમાં એક કેસ ચાલતો હતો. બાબાના પિતરાઈ ભાઈએ તેને નક્કર બનાવવા માટે અમુક ખોટા દસ્તાવેજો અદાલતમાં રજૂ કર્યા. બાબાના વકીલે મુદ્દો ઉઠાવ્યો કે કોર્ટમાં આપણે એવું સાબિત કરી દેશું, તો તેમને સજા થઈ જશે અને આપણે કેસ જીતી જઈશું. બાબાએ સ્પષ્ટ ના કહી દીધી કે ભાઈને સજા અપાવીને મારે કેસ નથી જીતવો, જમીન ભલે જાય. અને તેઓ કેસ હારી ગયા. બાળપણના આવા અનેક પ્રસંગોએ મારી માનસિકતા ઘડી છે.

મારા પિતા પં. મુંગીલાલ શર્મા વૈરાગી વૃત્તિના માણસ હતા. તેમના પર દેશસેવા અને સમાનસેવાની ધૂન સવાર હતી. ઘરબાર બધું મૂકીને તેઓ એમાં લાગી ગયા. મને તેમનું સાન્નિધ્ય મળ્યું. બસ તેઓ જ્યારે ચાર-છ દિવસ માટે ઘરે આવી જતા, ત્યારે મળતા. તેઓ આરએસએસના પ્રચારક બની ગયા. તેમની કઠોર સેવાવૃત્તિ અને તેજસ્વી જીવનને લોકો આજે પણ યાદ કરે છે. અટલજી, દીનદયાલજીનું સાન્નિધ્ય પણ મારા પિતાને મળ્યું. અટલજીને તો અમારા ઘરે એક વખત મરડો થઈ ગયો હતો. ગામલોકો તેમના ખાટલાને પાલખી બનાવીને તેમને દાઉજી લઈ ગયા અને ડૉ. રમાકાન્તની સારવારથી તેઓ સાજા થયા. મારા ગામના સમયના લોકો આજે પણ ઘટનાને ભારે રોમાંચ અને ગર્વથી સંભળાવે છે. અટલજી વડાપ્રધાન બન્યા પછી તેના ઘરે એક સમૂહભોજનમાં મળ્યા, ત્યારે મારા ગામનો ઉલ્લેખ કર્યો, તો તેમણે એક ડઝન લોકોનાં નામ યાદ કરાવતાં કહ્યું કે, ‘તારા ગામનું ઋણ છે મારા ઉપર.’

વ્યક્તિના મનના સંસ્કાર અને જીવન પર સંગતની ખૂબ અસર રહે છે. આનાથી તેના જીવનનું લક્ષ્ય અને તેના સુધી પહોંચવાનો માર્ગ નક્કી થાય છે. ગામમાં મારો એક મિત્ર હતો દયાનંદ, તેની પાસે ટ્રાન્ઝિસ્ટર હતું. મને ગીત સાંભળવાનો ખૂબ શોખ હતો. બાળપણમાં તેમના ટ્રાન્ઝિસ્ટરમાંથી એક ગીત સાંભળ્યું, ‘અપને લિએ જિએ તો ક્યા જિએ/ તૂ જી દિલ જમાને કે લિએ.’ ત્યારે અર્થ નહોતો સમજાતો, પરંતુ મગજમાં વાત ઘર કરી ગઈ. બધી વાતોનો ઉલ્લેખ અંગત છે, પરંતુ બાબતો જીવનનો માર્ગ નક્કી કરે છે, જે વ્યક્તિને સામાજિક ભાગીદારી અને દેશહિત માટે જીવવાનો હેતું આપે છે. પિતાજીનું મારા બાલ્યકાળમાં અવસાન થયું. ત્યારે હું સાતમા ધોરણમાં હતો, પરંતુ તેમનું જેટલું સાન્નિધ્ય મને મળ્યું તેનાથી મારા માનસમાં જીવનનું લક્ષ્ય નક્કી થતું ગયું કે જીવન માત્ર પ્રતિષ્ઠા, મેળવવાનું ગણિત નથી. તે અત્યંત કીમતી છે. તેને એમ વેડફી નખાય. મને યાદ છે કે મારા પિતાએ મૃત્યુ સમયે મારો હાથ માને સોંપતા કહ્યું હતું કે આને સારો માણસ બનાવજે અને દેશહિત માટે જીવતા શીખવજે. માએ પછી શિક્ષિકા તરીકે જીવનની અનેક કઠણાઈઓની વચ્ચે પણ હંમેશાં વ્રતને જાળવ્યું. ખબર નહીં, હું એવો બની શક્યો કે નહીં, પણ મારો પ્રયત્ન હંમેશાં રહ્યો. મારું 35 વર્ષનું પત્રકારત્વનું જીવન પણ ભાવબોધ પર ટક્યું છે. મેં ક્યારેય પત્રકારત્વમાં નકારાત્મક બાબતોને સાધવાનો પ્રયત્ન નથી કર્યો.

નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન તરીકે કામ કરવું પણ મારી પત્રકારત્વની ભૂમિકાનો વિસ્તાર છે. સમાજને ખાસ કરીને નવી પેઢીને પુસ્તકોના લેખનના માધ્યમથી જ્ઞાનસંપન્ન, વિચારવાન અને સંસ્કારી બનાવવી અક્ષરયજ્ઞ છે. આવો વિચાર કે લેખન, જે ભારતની સાંસ્કૃતિક ચેતના, આપણા સામાજિક અને માનવીય મૂલ્યો અને રાષ્ટ્રીયતાનું પોષણ નથી કરતું પ્રગતિશીલતા કે આધુનિકતાના નામે માત્ર બૌદ્ધિક વિલાસિતા છે. ભારતની જ્ઞાનસંપદા જેને આપણા ઋષિઓએ વિશ્વકલ્યાણ માટે રચી તેમાં ‘સર્વે ભવન્તુ સુખિન:’ અને વસુધૈવ કુટુમ્બકમ’ જેવું ચિંતન વિકસિત થયું. તેના પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને તેને સમૃદ્ધ કરવાનો સંદેશો ‘કામાયની’માં જયશંકર પ્રસાદે આપ્યો છે, પોતાના સુખનો વિસ્તાર કરો, જગતને સુખો કરો.’ હકારાત્મકતાનો સૌથી મોટો મંત્ર છે અને જીવનઊર્જા પણ છે. પત્રકારત્વના કઠિન કામમાં પત્નીનો હકારાત્મક સાથ મળે, તો માર્ગ દુષ્કર બની જાય છે. બાબતમાં હું અત્યંત ભાગ્યશાળી છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો