• Gujarati News
  • મંદિરમાં ગાવાથી મારો ધર્મ નહીં બદલાઇ જાય

મંદિરમાં ગાવાથી મારો ધર્મ નહીં બદલાઇ જાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર વિશેષ

હું...બનારસ.મારીનસોમાં જાણે કેટલા રસ છે.સવારે ગંગાના ખોળામાંથી ઊગતો સૂર્ય અને સાંજે તેના ખોળામાં સમાઇ જતા સૂર્યના સૌંદર્યનો રસ.સાંકડી ગલીઓમાં સમાઇ ગયેલી સભ્યતાનો રસ.લગભગ 23,000 મંદિરોમાં વહેતી ભક્તિનો રસ. મોંઢામાં ઓગળી જતા વ્યંજન ગિલૌરીનો રસ.સાહિત્ય, ગીત-સંગીત અને નૃત્યનો રસ. સંગીત અને નૃત્યની વાત આવી છે તો જણાવી દઉં કે સંકટમોચન હનુમાન મંદિરમાં ઘણા કલાકારો એકત્ર થયા છે. પાક.ના ગુલામ અલી પણ આવ્યા છે. લોકો ભલે તેમને પાકિસ્તાની કહે મને તો તેઓ પોતિકા લાગે છે. પણ તેમને મારી પાસે કેવું લાગ્યું ચાલો તેમની પાસેથી જાણીએ...

ગુલામ અલીની જમણી બાજુએ ઊભેલા વિશંભરનાથ મિશ્ર સંગીત સમારંભના મુખ્ય આયોજક છે.આયોજન 8થી 12 એપ્રિલ સુધી ચાલશે.

ખૂબ નાજુકછે, બનારસ.અહીંના લોકો રેશમની જેમ નાજુક અને મુલાયમ છે.આમ તો હું પહેલાં પણ બે વખત બનારસ આવી ચૂક્યો છું પણ સંકટમોચનમાં ગાવા માટે પહેલી વાર આવ્યો છું.ઉપરવાળાની કૃપા છે.બનારસે મંદિરમાં ગાવાનું આમંત્રણ આપ્યું.આટલા પ્રેમથી યાદ કર્યો કે પોતાને રોકી શક્યો.દોડી આવ્યો..હું ગાયક છું.ગાવું મારું કામ છે. મસ્જિદમાં ગાઉં કે મંદિરમાં, શું ફરક પડે છે. હનુમાનજીનું મન થયું કે તેઓ મારા મોંઢે ઠુમરી કે ચૈતી સાંભળે તો પછી હું શું કરી શકુંω મંદિરમાં ગાવાથી તો મારો ધર્મ બદલાશે કે તો કોઇ અન્યનો.અને આમ પણ, અમારી પ્રાર્થના તો સંગીત છે.સંગીતની ભાષા વડે અમે લોકોના હ્રદયમાં સ્થાન બનાવીએ છીએ.તેની મારફત લોકો અમારી સાથે જોડાય છે. સુર અને વાદ્યની જાદુગરી એવી છે.આખી દુનિયામાં તે એક સમાન સંભળાય-સમજાય છે.સરહદો તેમની સામે અર્થહીનબની જાય છે.હું જમીની સરહદની પેલે પારથી આવ્યો છું.કાશીના મંદિરથી પ્રેમનો સંદેશ આપવા.આ જણાવવા કે સુર અને સંગીત વડે અંતર દૂર કરી શકાય છે.આ દેશના લોકોનો પ્રેમ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. છેલ્લાં 35 વર્ષથી હું અહીં રહ્યો છું.ક્યારેય નથી લાગતું કે હું સરહદ પારનો રહેવાસી છું.વિશ્વાસ કરો કે અહીંથી જે લોકો પેલી તરફ જાય છે,તેઓ પણ આવી અનુભૂતિ સાથે પરત ફરે છે.ચાહતો હતો કે બનારસનું પ્રતિનિધિત્વ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મને સાંભળે.પણ વ્યસ્તતાને કારણે તેઓ નથી આવી રહ્યા.ફરી ક્યારેક..