તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ઝર્વ બેન્કની જૂન ધિરાણ નીતિ સમીક્ષા ગત સપ્તાહે આવી ગઇ.

ઝર્વ બેન્કની જૂન ધિરાણ નીતિ સમીક્ષા ગત સપ્તાહે આવી ગઇ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝર્વ બેન્કની જૂન ધિરાણ નીતિ સમીક્ષા ગત સપ્તાહે આવી ગઇ. એસએલઆરમાં ફેરફાર સિવાય કાંઇ આવ્યુ. રિઝર્વ બેન્ક ચોમાસાના આગમન અને તે પછીની પ્રગતિની તથા જીએસટીના અમલની ફુગાવા પર કેવી અસર થાય છે તે જોઇને વ્યાજ દરો ઘટાડવાનો કોલ ઓગષ્ટમાં લે તેવું લાગે છે. બેન્કીંગ શેરો અને બેન્ક નિફ્ટીના આંતરપ્રવાહ મજબૂત રહ્યા છે અને તેની અસર મહદ અંશે નિફ્ટી પર પણ જોવાઇ છે. યુકેની ચૂંટણીઓની અસર પણ બજાર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. આવા સંયોગોમાં સેન્સેક્ષની વાત કરીએ તો 311000 આસપાસ ઘૂમતો આંક 112 કામકાજી દિવસ જૂની રાઇઝીંગ ચેનલની બરોબર વચ્ચે ચાલે છે. ચેનલની ઉપલી લાઇન 32350ના સ્તરે અને નીચલી લાઇન 30765ના લેવલ પર છે. રાઇઝીંગ ચેનલમાં ઉપરની લાઇન પાસે અપ મુવ અવરોધાય એવી ગણતરી રાખી શકાય તેથી સોમવારથી શુક્રવાર સુધીના તેના લેવલો અનુક્રમે 32395, 32440, 32483, 32527 અને 32572ના છે તે યાદ રાખી તેજી અવરોધાતી લાગે તો તેજીની પોઝીશન પર થોડો નફો અંકે કરી મંદી માટેનું ટ્રાયલ ટેસ્ટીંગ કરી શકાય. સામે પક્ષે ચેનલમાંથી નીચે તરફનું બ્રેકડાઉન પણ ગંભીર ગણાય કેમ કે રાઇઝીંગ ચેનલોમાંથી આવા બ્રેક ડાઉન ટ્રેન્ડ રિવર્સલ આપતા હોય છે. પરિણામે રાઇઝીંગ ચેનલની નીચલી લાઇનના સપ્તાહના પાંચ દિવસ માટેના લેવલોની પણ નોંધ લેવી ઘટે. સોમવારે 30810ના સ્તરે, મંગળવારે 30855 અને તે પછી અનુક્રમે 30900, 30943 અને 30987ના સ્તરે હશે. આમ અત્રે નિર્દિષ્ટ લેવલો પ્રમાણે કોઇ પણ તરફ સેન્સેક્ષ જાય અને ચેનલની વચ્ચેને વચ્ચે રમ્યા કરે તો અકળાઇને કોઇ પણ જાતનો સોદો કર્યા વગર પાંચ દિવસ શાંતિથી બેસીને બજાર જોયા કરવું પણ સાંકડી વધઘટનો શિકાર બનવાથી દૂર રહેવું સારુ.

સાપ્તાહિક ચાર્ટ પર સેન્સેક્ષને સપ્તાહે 30890ના લેવલ પર 24 અઠવાડિયા જૂની સપોર્ટ લાઇનનો સપોર્ટ છે આમ દૈનિક અને સાપ્તાહિક ચાર્ટના આધારે 30800ને રસાકસીની સપાટી ગણીએ તો કાંઇ ખોટુ નથી. માસિક ચાર્ટમાં 17 માસ જૂની રાઇઝીંગ ચેનલની અવરોધ રેખા 32010 આસપાસ આવે છે તેથી 32000 આસપાસ તેજીમાં ખાંચરો પડતો જણાય તો મોળા પડી મૌન જાળવ્યા વગર નફો અંકે કરવામાં શરમ રાખવી.

નિફટી કેશમાં દૈનિક ચાર્ટ પરની રાઇઝીંગ ચેનલના સોમથી શુક્રના સપોર્ટ લેવલો 9529, 9542, 9557, 9572 અને 9586ના સ્તરે છે તો અવરોધ સ્તરો અનુક્રમે 10052, 10067, 10081, 10095 અને 10110ના લેવલે છે. 9600 થી 9700 વચ્ચે રમતો સ્પોટ નિફ્ટી આંક પણ આમ મધ્યમમાર્ગી રહ્યો છે. આંકના સાપ્તાહિક ચાર્ટ પર રાઇઝીંગ ચેનલનું સપોર્ટ સ્તર સપ્તાહે 9548 છે તે તૂટતા મંદીના સંકેત મળે અને ચેનલની ઉપલી લાઇન 10111ના સ્તરે છે. લેવલ પર નિફ્ટીને અવરોધ આવતો જણાય અને સેન્સેક્ષમાં પણ આવુ જણાતુ હોય તો તેજીમાંથી નિકળી જવું. માસિક ચાર્ટ પર ચેનલની સપોર્ટ લાઇન 8534ના સ્તરે અને અવરોધ લાઇન 9927ના સ્તરે છે આમ ડબલ નવ્વા આવતા સાવચેત થઇ જવુ. આમ પણ જીએસટીના સ્મુધ અમલ પછી બજારમાં નવું જોમ આવી શકે તેથી હમણા તો લેવલે નિફ્ટી પહોંચે તો ત્યાં વેચીને અડધુ વેચાણ 9200 આસપાસ કાપવાનો વ્યૂહ અપનાવી શકાય, બાકી તો આગે આગે ગોરખ જાગે! નિફ્ટીમાં રમતા ખેલાડીઓને નિફ્ટી ફ્યુચરના ચાર્ટ પ્રોફાઇલનો ઇંતજાર હોય તો ઇંતજાર પણ ખતમ કરીએ. નિફ્ટી ફ્યુચર માટે રાઇઝીંગ ચેનલની નીચેની લાઇન સોમવારે 9525,મંગળવારે 9540,બુધવારે 9554, ગુરૂવારે 9568 અને શુક્રવારે 9588ના લેવલ પર છે. લેવલ જે દિવસે તૂટે તે દિવસે તેજી સરખી કરી નાના પાયે મંદીનું જોખમ ખેડી શકાય. વર્તમાન 9600 આસપાસના સ્તરેથી જો તેજી આગળ વધે તો ઉક્ત ચેનલની ઉપલી લાઇન અનુક્રમે 10050, 10064, 10078,10092 અને 11006ના સ્તરે તેજી અવરોધે એવી ગણતરી રાખી શકાય. ત્રણેય મહત્વના આંકના ટેકનિકલ પ્રોફાઇલ જોતાં ચેનલની વચ્ચે અકલાવનારી ચાલે ચાલતા હોય ત્યાં સુધી સોદો કરવાથી દૂર રહેવામાં મજા છે.

(લેખક:વરિષ્ઠ પત્રકાર અને ઇકો-પોલિટિકલ એડવાઇઝર છે)

અન્ય સમાચારો પણ છે...