સુકમામાં કેનેડિયન સાઇકલિસ્ટનું નક્સલીઓએ અપહરણ કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુકમા | ચિંતાગુફાપોલીસ મથરના સિંગનમડગૂ ગામથી સોમવારે બપોરે લાપતા થયેલા સાઇકલિસ્ટ જૉનની તપાસમાં પોલીસ મંગળવારે પણ લાગેલી રહી હતી. શોધ માટે નીકળેલી ફોર્સની ટુકડીને ગ્રામીણોએ જૉન નક્સલીઓના કબ્જામાં સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. નક્સલીઓએ જૉનને છોટેકેડવાલ ગામે રાખ્યો હતો. ગ્રામીણોએ કહ્યું કે તેની સાથે કોઇપણ પ્રકારનો દુર્વ્યવહાર કે મારપીટ કરાઇ નથી. વિસ્તારમાં શંકાસ્પદ દેખાતા નક્સલીઓએ તેની પૂછપરછ કરી હતી. ભાષાની સમસ્યાને કારણે જૉન પોતાની સાઇકલ યાત્રા વિશે નાની કેડરના નક્સલીઓને કંઇ સમજાવી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...