તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વડોદરામાં બુટલેગર નાગદાન ગઢવીને છોડાવવા પોલીસ પર હુમલો

વડોદરામાં બુટલેગર નાગદાન ગઢવીને છોડાવવા પોલીસ પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરતા લોહીલુહાણ

શહેરનીગોલ્ડન ચોકડી પાસે શુક્રવારે રાત્રે હોટેલમાં જમવા આવેલા ગોંડલના કુખ્યાત બૂટલેગર નાગદાન ગઢવીને પકડવા ગયેલા સ્ટેટ મોનિટરિંગ સેલના 2 પોલીસ કર્મીને નાગદાનના પુત્રે પથ્થર મારીને નાગદાનને છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. નાગદાનની પત્ની સરિતાએ કાર વચ્ચે ઉભી કરી અને સરીતા અને નાગદાનના પુત્ર કુલદીપે નાગદાનને કારમાં ખેંચીને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.નાગદાને સરીતાને જલ્દી ગાડી ભગાવવા કહેતા મહિલાએ કાર ચાલુ કરીને ભાગવાનો પ્રયાસ કરતાં નાગદાન જમીન પર ઢસડાયો હતો. જો કે પોલીસ કર્મીએ તેને પકડી રાખ્યો હતો. કુલદીપે દિપકના માથામાં ફટકારી દીધો હતો.લોહી નિકળતું હોવા છતાં કોન્સ્ટેબલે તેને પકડી રાખ્યો હતો. પોલીસે નાગદાન અને તેના ત્રણ સાગરીતોને ઝડપી લીધા હતા, જ્યારે નાગદાનની પત્ની અને પુત્ર ફરાર થઇ ગયાં હતાં.

બે પોલીસકર્મીઓને ઇજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...