તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વલ્લભીપુર ઉમરેઠીમાં 3, માંગરોળમાં અઢી, પાલિતાણામાં 2 ઈંચ વરસાદ

વલ્લભીપુર-ઉમરેઠીમાં 3, માંગરોળમાં અઢી, પાલિતાણામાં 2 ઈંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભીપુરમાં બપોર સુધી અસહ્ય અકળામણ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ, તોફાની પવન સાથે મેઘસવારી આવી પહોંચી હતી. માત્ર દોઢેક કલાકના સમયગાળામાં ત્રણ ઇંચ વરસાદ વરસી જતા વલ્લભીપુરમાં ચોતરફ આનંદોત્સવ છવાઇ ગયો હતો.

સિહોર તાલુકાના બોરડી, બેકડી, થાળા ,ભાંખલ, થોરાળી, વરલ સહીતના ગામોમાં સારો વરસાદ પડયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ટાણા ગામે દોઢથી બે ઇંચ વરસાદ વરસી ગયેલ. જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

શુક્રવારની રાત્રે 3:00 કલાકે ઉમરપાડા તાલુકાનાં વાડી, નશારપુર, કેવડી, ઉમરપાડા તાલુકા મથક તેમજ નવી વસાહતના ઉમરદા, ખોટા રામપુરા અને વડપાડા, ચવડા વિસ્તાર સહિત સમગ્ર ઉમરપાડા તાલુકામાં 104 મીમી વરસાદ પડ્યો હતો.

ઉમરપાડા ઉપરાંત નાઘેર પંથકમાં રવિવારે બપોરથી મેઘાએ જમાવટ કરી દોઢથી અઢી ઇંચ પાણી વરસાવી દીધુ હતું. જંગલ વિસ્તારનાં બાબરીયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારામાં પણ વરસાદ પડ્યો હતો. હાલમાં વાવણી લાયક વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતોને સારા ચોમાસાની આશા બંધાઈ છે.

વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં સાત શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો હતો. જેમાં ડીસા 40.6 ડિગ્રી સાથે સૌથી ગમર શહેર બન્યું હતું. ત્યારબાદ ભુજ- 40.2, કંડલા પોર્ટ- 39.4, અમદાવાદ- 39.2, રાજકોટ- 38.9, કંડલા એરપોર્ટ- 38.8 તેમજ વલ્લભ વિદ્યાનગરમાં 38.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ડીસા 40.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

ગારિયાધાર- ઉમરાળામાં પણ એક ઈંચ : બે દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી

અન્ય સમાચારો પણ છે...