તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીર: શોપિયામાં આતંકી ફાયરિંગ, પોલીસકર્મી ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણકાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ફાયરિંગ કરી એક પોલીસકર્મીને ઘાયલ કરી દીધો હતો. ઘટના રવિવારે ઈમામ સાહેબ વિસ્તારમાં બની હતી. સ્પેશલ ઓપરેશન ગ્રુપના વિશેષ પોલીસ અધિકારી ખુરશીદ અહેમદ તેમના કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ એકાએક ગોળીબાર કરી દીધો હતો જેમાં તે ઘાયલ થઇ ગયા હતા. તેમને ઉપ જિલ્લા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોને પકડી પાડવા અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(જેકેએલએફ)ના ચેરમેન મોહમ્મદ યાસિન મલિકની અટકાયત કરી તેમને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...