તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ક્વિટીમાં મૂડીરોકાણના મુદ્દે જોખમ કેટલું લઇ શકાય તેવો પ્રશ્ન એક

ક્વિટીમાં મૂડીરોકાણના મુદ્દે જોખમ કેટલું લઇ શકાય તેવો પ્રશ્ન એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્વિટીમાં મૂડીરોકાણના મુદ્દે જોખમ કેટલું લઇ શકાય તેવો પ્રશ્ન એક મિત્રએ પૂછ્યો તેનો જવાબ આપતાં મેં તેમને પ્રેક્ટીકલ નોલેજ આપવા કોશિશ કરી. 10 માળની ઇમારતની દિવાલ સાથે સટોસટ લગાડેલી સાંકડી સીડી બતાવી કહ્યું કે, પાંચ વર્ષનું બાળક, 15 વર્ષનો કિશોર, 25 વર્ષનો યુવાન અને 51 વર્ષની વૃદ્ધ વ્યક્તિ કેટલાં પગથિયા ચડી શકે..... પેલા ભાઇએ કહ્યું કે,

પાંચવર્ષના બાળકને ટેકો આપવો પડે તો પહેલા માળ સુધી ચડી જશે.

15 વર્ષનો કિશોર કશું પૂછ્યા-ગાછ્યા સિવાય સડસડાટ 10 માળની સીડી ચડીને ઉતરી જશે.

25 વર્ષનો યુવાન પૂછશે કે પહેલા કારણ બતાવો, સીડી કાચી તો નથી ને તે ચેક કરશે.

51 વર્ષનો વૃદ્ધ કહેશે કે ભાઇ ઉંમરે આવા ધખારા ના હોય કોઇ જવાન માણહને કહો...

ટૂંકમાં25 વર્ષનો તરવરિયો અને થિન્ક ટેન્ક યુવા વર્ગનો રોકાણકાર હશે તો કમાણીની સાથે સાથે લાંબાગાળાના મૂડીરોકાણ માટે સક્ષમ હોવા ઉપરાંત જોખમ ઉઠાવવાની ક્ષમતાથી ભારોભાર છલકાતો હોય છે. પરંતુ યોગ્ય કારણ અને માર્ગદર્શન વિના તે માત્ર શોખ ખાતર સીડી ચડ-ઉતર નહિં કરે. જો યુવાન રોકાણકાર હોંશિયાર હશે તો પહેલાં પરપસ (હેતુ), કેપેસિટી (ક્ષમતા), બજેટ (અંદાજ), રિસ્ક (જોખમ), સેફ્ટી (સલામતી), રિટર્ન (વળતર), ગોલ (લક્ષ્ય) અંગે પ્લાન (આયોજન) કરશે. પછી મૂડીરોકાણની 10 માળની સીડી ચડ-ઉતર કરવાની શરૂઆત કરશે.

પરંતુ યુવાન હોવા છતાં જો રોકાણકાર તરીકે ઘેટાંના ટોળામાં રહેવાવાળો હશે તો ગામની પાછળ પાછળ ડે-ઇન્ટ્રા ડે, ટિપ્સ, શોર્ટકટ, ફાંકા-ફોજદારી અને ટોળટપ્પામાં યુવાની અને સંપત્તિ સર્જનનો સોનેરી મોકો ગુમાવી 51માં વર્ષે એવું કહેતો જોવા મળશે કે, ઉંમરે ભલા માણસ હાડકાં ભાંગે તો પાણી પીવડાવનારું પણ કોઇ ના મળે. આવા ગાંડા શોખ ના કરાય. તમેય ખરા છો..! ગામના છોકરાં જતિ કરવા નીકળ્યા છો...! જાતે સીડીની ચડ-ઉતર કેમ નથી કરતાં..!!

મૂડીરોકાણના મામલે 100માંથી 95 ટકા રોકાણકારો પોતાની મૂડીમાંથી પાછા મળતાં કમિશન માટે સૌથી વધુ લલચાય છે. તે પછી ઇન્સ્યોરન્સ હોય, આઇપીઓ હોય કે, કોઇપણ મૂડીરોકાણ સ્રોત હોય....પણ ભલા માણસ તમને જે કમિશન કે ડિસ્કાઉન્ટ આપે છે તે તમારા પૈસા છે. મૂડીરોકાણની સ્લીપ ચેક કરશો તો ખ્યાલ આવી જશે કે, મૂડીરોકાણના બીજાં દિવસે તમારું મૂડીરોકાણ મૂલ્ય કેટલું ઘટયું છે..! ખેર વાત આડા પાટે જઇ રહી છે...!

આજ ટોપિકની સાથે કનેક્ટિવિટી ધરાવતું એક જૂનું છતાં ચવાઇ ગયેલું દ્રષ્ટાંત વાચકમિત્રોની ક્ષમા સાથે પ્રસ્તુત છે...!

જૂના જમાનામાં મલ્લ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કુસ્તી લડવા જાય, જે રાજ્યનો મલ્લ હારી જાય તે રાજ્યે સોનાનું પૂતળું આપવું પડે. દેશ-પરદેશના મલ્લોને ધૂળ ચાટતા કરીને એક મલ્લ નાનકડાં રાજ્યમાં ગયો અને રાજા પાસે શરત મૂકી કે, છે કોઇ તમારા રાજ્યમાં શૂરવીર જે મારી સાથે કુસ્તી લડે.... રાજા ચિંતાતૂર, પ્રધાને કહ્યું કે સાત દિવસનો સમય માગી લો, સાત દિવસ મલ્લને મહેમાનગતિ માણવા કહ્યું, રાજા મહેલમાં સોગિયા મોં સાથે ગયા અને ચતુર રાણીને ચિંતાની વાત જણાવી આપણાં રાજ્યમાં કોઇ મલ્લ સામે લડી શકે તેવું નથી અને આપણું નાક કપાશે....રાણીએ કહ્યું કે, રાજા સાત દિવસ પણ શા માટે કાલે સવારે મહેલના પ્રાંગણમાં મંડપ બંધાવો આખા ગામની વચ્ચે પહેલવાન સાથે આપણી નોકરાણીની 15-16 વર્ષની દિકરી કુસ્તી લડશે અને જીતશે... રાજા કહે ગાંડી થઇ છે... પણ રકઝકના અંતે રાજા તૈયાર થયો. બીજા દિવસે સવારે સાત વાગ્યામાં મલ્લ મહેલ સામેના મંડપમાં આવીને બેઠો થોડીવાર પછી નોકરાણીની દિકરી એક ભેંસ ઉંચકીને મહેલના 25 પગથિયા ચડી મહેલમાં ગઇ. થોડીવાર પછી એજ ભેંસ ઉંચકીને પાછી ઉતરી ગઇ. જોઇને મલ્લ ગભરાઇ ગયો.... અને રાજાને હાથ જોડીને વિનંતી કરી કે, બધાં સોનાના પૂતળા લઇ લો મારે કુસ્તી નથી લડવી હું હારી ગયો. રાજાએ હસતાં મોંઢે પૂતળા લઇને મલ્લને રવાના કર્યો. રાજાએ છોકરીની તાકાતનું રહસ્ય રાણીને પૂછ્યું તો રાણીએ કહ્યું કે, છોકરી જ્યારે 10 વર્ષની હતી ત્યારે આપણી ભેંસને પાડી જન્મી હતી. મેં કુતૂહલ ખાતર એને ઉપર લઇને આવવા કહ્યું તે આસાનીથી લઇને આવતી અને પાછી મૂકી આવતી હતી. પછી તો રોજનો ક્રમ થઇ ગયો... પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ.... પરંતું જો 50 વર્ષની દાસીને કામ સોંપ્યું હોત તો તે ભેંસ ઉપર ચડીને પણ મહેલના પગથિયા ના ચડી શકી હોત... મૂડીરોકાણના મામલે પણ કંઇક આવું છે. જો તમે કમાણીની શરૂઆત સાથે યોગ્ય પ્લાનિંગના આધારે બચત, મૂડીરોકાણની શરૂઆત કરો તો તમે પણ 51માં વર્ષે આખી ભેંસ (તમારી તમામ આર્થિક જવાબદારીઓ) આરામથી ઉપાડીને મહેલમાં પ્રવેશી પણ શકો, રહી પણ શકો અને સમય આવ્યે મહેલ છોડી પણ શકો.....છો.....

ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સપ્તપદી સબ્જેક્ટ ઉપર આપણે હવે પછી ચર્ચા કરીશું. તેની સાથે સાથે આપણે પણ ચર્ચા કરીશું કે, રોકાણકારે આખી જિંદગી કાળામાંથી ધોળા થાય ત્યાં સુધી (કાળા-ધોળાં કરીને) એકત્ર કરેલી સંપત્તિનું માત્ર સર્જન નહિં વિસર્જન પણ કેવી રીતે કરવું જોઇએ તે અંગે પણ ચર્ચા કરીશું.

(લેખકઃ વરિષ્ઠ પત્રકાર અને ફાઇનાન્સિયલ એડવાઇઝર છે) maheshbtrivedi123@gmail.com

અન્ય સમાચારો પણ છે...