• Gujarati News
  • પ્રથમ નોરતેડાઇવર્ઝનને લીધે જજીસ બંગલો રોડ પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા

પ્રથમ નોરતેડાઇવર્ઝનને લીધે જજીસ બંગલો રોડ પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમિશનર શિવાનંદ ઝા દ્વારા નવરાત્રીના તહેવાર સુધી પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં પ્રમાણે વૈષ્વોદેવી સર્કલથી સરખેજ ચોકડી સુધીનો માર્ગ પર રાત્રીના 9 થી 1 સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેથી ભારે વાહનોને સરખેજ ચોકડીથી એસપી રિંગરોડ તરફથી વૈષ્ણોદેવી સર્કલ જવાનું રહેશે. તેમજ વૈષ્ણોદેવી સર્કલથી આવતા ભારે વાહનો પણ એસપી રિંગ રોડ તરફ જઈ શહેરમાં પ્રવેશી શકશે. જાહેરનામાથી અજાણ નવરાત્રીના પ્રથમ નોરતે રાત્રીના 9 વાગ્યા બાદ એસજી હાઈવે પરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા ટ્રકોને થોભાવી દેતા ટ્રકોની લાંબી કતારો હાઈવે પર લાગી ગઈ હતી. જ્યારે કેટલાક ટ્રક ચાલકો રાત્રીના 1 વાગ્યા બાદ એસજી હાઈવે પરથી પસાર થઈ શક્યા હતા. / ભાસ્કર