• Gujarati News
  • મોંઘવારીમાં ટેરેસ ગાર્ડનિંગ પણ રાહત આપી શકે છે..!

મોંઘવારીમાં ટેરેસ ગાર્ડનિંગ પણ રાહત આપી શકે છે..!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પણો દેશ સંપૂર્ણ ખેતી આધારિત છે. શાકભાજી અને ખાધ્ય પદાર્થનો (અનાજ, કઠોળ, ખાડ, દૂધ ,તેલ) ભાવ રાતો રાત વધવા લાગે છે. અને રસોડાનું બજેટ ખોરવાઈ જાય છે. માત્રને માત્ર શહેરી વિસ્તારની બૂમ હોય છે. કારણ કે શહેરી વિસ્તારની અંદર ખેતીની જમીન હોતી નથી. એટલે રોજીંદી જીવનજરૂરી ચીજવસ્તુ કાયમી બજારમાંથી ખરીદી કરવી પડે છે. અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીન અને પશુપાલન બંને હોવાથી જરૂરી શાકભાજી અનાજ અને છાશ -દૂધ સહેલાઈથી મળી રહે છે.

માનવીના રોજીંદા ખોરાકમાં વપરાતાં શાકભાજીની દરરોજ ખરીદી કરવી પડે છે એટલે જ્યારે જ્યારે શાકભાજીમાં ભાવ વધારો આવે એટલે તુંરત રસોડાના બજેટો ખોરવાતા હોય છે. પણ, આપણે બજેટને અકબંધ રાખવા ક્યારેય વિચાર કર્યો છે.? કે ભલેને શહેરમાં શાકભાજી પેદા કરવા જમીન હોય તો પણ સરળતાથી શાકભાજી વાવીને શુદ્ધ અને તાજા દરરોજ ભાવતા શાકભાજી ખાય શકીએ છીએ. એક વખત સાધારણ ખર્ચ કરવાથી વખતો વખત શાકભાજીનું સિઝન મુજબ વાવેતર કરી શકીએ છીએ.

સવાલ થશે શાકભાજી ઉગાડવા જમીન ક્યાં ? શહેરના 90 ટકા રહેઠાણની છત સ્લેબ આર.સી.સી. છે. મકાનના ધાબા ઉપર આસાનીથી નાના -નાના કુંડામા માટી નાખીને તેમાં શાકભાજીના સિઝન મુજબ વાવેતર કરી શકાય છે. અને એક કૂંડામાં એક છોડ વાવવો. એક કૂંડામાં તૂરીયા, એકમાં ગલકાં, એકમાં દૂધી, કાકડી, પરવળ, ટીડોરા. એવા વેલાવાળા છોડનું વાવેતર કરી શકાય . જ્યારે દશેક નાના કૂંડામાં ગુવાર , ભીડાં , ચોળી, રીગણી , મચ્ચી જેવા પાકો વાવી શકાય છે. જ્યારે મેથીની ભાજી પાલક અને કોથમીર (ધાણા) જેવા વાવેતર કરવા ચાર બાય ચાર ફૂટની અને અર્ધો ફૂટ ઊંચાઈ ધરાવતી લોખંડની ચોકી બનાવી તેમાં માંટી નાખીને વાવેતર કરી શકીએ. આવા માટી અને લોખંડના વાસણમાં વાવવાથી પાણી ખૂબ ઓછુ જોઈએ છીએ કારણ કે પાણી ‌આવા વાસણના તળિયા સુધી ઉતરે છે. કદાચ સવાલ થશે કે આટલા થોડા વાવેતરમા ંરાસાયણિક ખાતર અને દવા છૂટક ક્યાંથી લાવવા પણ મારે વાંચકમિત્રોને કહેવું છે કે આપણે પોતાના માટે ઝેર ખરીદી શકીએ ખરા? તો બીજો સવાલ થશે કે તેની વૃદ્ધિ અને જીવાત સામે રક્ષણ કેમ મેળવવું? ઘરમાં ખવાતી છાશને બપોરે માની લો કે ઉનાળે ધાબે સૂવા માટે ખાલી રાખવું છે તો દરેક કૂંડાને પાળાપીઠ ઉપર રાખી શકો છો.ય અને વેલાવાળા શાકભાજીને ઉપરથી નીચે તરફ દિવાલ સાથે નીચે ઉતરે તેમ ગોઠવવા જેથી દિવાલ તપશે નહિ. તેથી મકાનને અંદરનો ભાગ ઠંડો રહેશે. ઉનાળે ધાબા ઉપર તૂરિયા, ગલકા, દૂધી, જેવા વે