• Gujarati News
  • સુરત બોગસ પોલીસ 5 બુટલેગરને લઈ જઈ હતી ને સામે અસલી મળી

સુરત - બોગસ પોલીસ 5 બુટલેગરને લઈ જઈ હતી ને સામે અસલી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચીન જીઆઇડીસમાં બોગસ પોલીસ પાંચ મહિલા બુટલેગરોને રીક્ષામાં લઇ જતી હતી, દરમયાન સચીન જીઆઇડીસી પોલીસના સ્ટાફે રીક્ષા રોકતા પોતાની ઓળખ ડી.સી.બી પોલીસ તરીકે આપતા પોલીસને શંકા ગઇ હતી. પોલીસને શંકા જતા આઇકાર્ડ માંગતા બંને યુવાનોનો ભાંડો ફુટયો હતો . પોલીસે નકલી પોલીસ પાસેથી હાથકડી તથા પોલીસ રાખે તેવી લાકડી તેમજ રિક્ષામાંથી રૂ 10800ની કિંમતની 360 નંગ દારૂની નાની બોટલો કબ્જે કરી હતી.