તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • સ્પેશિયલ રિપોર્ટ { લીબિયાથી ઇટાલી જનારા લોકો તસ્કરોના શોષણના શિકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેશિયલ રિપોર્ટ { લીબિયાથી ઇટાલી જનારા લોકો તસ્કરોના શોષણના શિકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાક્ષસ અને સમુદ્રની વચ્ચે ફસાયેલા શરણાર્થી

એરિન બેકર| એમવી એક્વેરિયસ જહાજ ઉપર

લીબિયાનાપશ્ચિમી તટ ઉપર સબ્રાથા બંદરે આફ્રીકા અને મધ્યપૂર્વના દેશોથી આવેલા સેંકડો શરણાર્થીઓ જોવા મળી જશે. તસ્કરો તેમને જોરથી બૂમો પાડી આદેશ આપે છે. કેટલાક તો ભીડ ઉપર હંટર ચલાવે છે. કેટલાક ગન દેખાડે છે. ઇરિટ્રિયાની 20 વર્ષીય હુરયા જણાવે છે કે, મારી ખુશી ભયમાં બદલાઇ ગઇ છે. અહીં ઘણાંબધાં લોકો છે અને હોડીઓ એકદમ નાની છે. તે સમયે નજીકના પટ પર તસ્કરોનો એક સમુહ રબરની સફેદ હોડી (ડિંગી) ફૂલાવે છે. તે સેનેગલથી આવેલ 18 વર્ષની કેબાને હોડી પાણી સુધી લઇ જવાનો આદેશ આપે છે.

ઓગસ્ટના અંતિમ સપ્તાહની એક સવારે ડિંગી લગભગ 450 કિમી લાંબી સમુદ્રી યાત્રા ઉપર સિસલી માટે રવાના થઇ ત્યારે તેમાં 135 લોકો સવાર હતા. હુરયાની લાકડીની હોડીમાં 416 વ્યક્તિ બેઠા હતા. તેમાંથી અનેક ડેકની નીચે ઘુસી ગયા હતા. તેમની પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ પહોંચવા માટે 12 નોટીકલ માઇલની યાત્રા કરવા જેટલું ઇંધણ હતું. એક 20 વર્ષીય નાઇજીરિયન યુવતી ગુડનેસ તેના ત્રણ મહિનાના બાળકને ઉંચકી કિસ્મતની યાત્રા પર ચાલી નીકળી. સમુદ્રમાં યાત્રાની કેટલીક મિનિટો બાદથી તેને રોગ અને ભયને કારણે વોમિટીંગ થઇ રહી હતી. ડિંગી એટલી ખીચોખીચ ભરેલી હતી કે કોઇ હલનચલન કરી શકતુ હતું.

હુરયાની લાકડી અને ગુડનેસની રબરની હોડીમાં કુલ 551 વ્યક્તિ સવાર હતી. તેમાં 14 દેશો સહિત સુદૂર બાંગ્લાદેશથી આવેલા લોકો પણ શામેલ હતા. તે શિક્ષક, બુલડોઝર, ડ્રાઇવર, વણકર, મોચી અને ખેડૂત છે. યુરોપમાં સારા જીવનની શોધ તેમને દક્ષિણ ભૂમધ્યસાગરના કિનારે લઇ આવી હતી. 2015 માં દસ લાખથી વધારે વ્યક્તિ યુરોપ જવા માટે ભૂમધ્યસાગર પાર કરી ચૂક્યા છે. તેમાં સીરિયાથી આવેલા લોકો પણ છે. મોટાભાગના તુર્કી અને ગ્રીકના નાના રસ્તે થઇને આવ્યા છે. પરંતુ માર્ચમાં યુરોપીયન યુનિયનનો તુર્કી સાથે કરાર થયા બાદ માર્ગ બંધ કરી દેવાયો છે. હવે લોકો લીબિયાથી ઇટાલી જઇ રહ્યા છે.

લોકોથી ખીચોખીચ ભરેલી માછીમાર હોડીઓથી સમુદ્ર પાર કરવું અસંભવ છે. વર્ષે અત્યાર સુધી 2726 શરણાર્થી મૃત્યુ પામ્યા છે. યુરો પોલ અને ઇન્ટરપોલના અહેવાલ મુજબ લીબિયામાં ચાર લાખથી વધારે શરણાર્થી સમુદ્ર પાર કરવાની રાહ જોઇ રહ્યા છે. યુરોપીય દેશોની નૌસેનાઓનો શોધખોળ અભિયાન શરથાર્ણીઓને મોતથી બચાવે છે. 300 થી 400 અબજ રૂપિયાનો માનવ તસ્કરી ઉદ્યોગ વાતને ધ્યાનમાં રાખીને તેના ગ્રાહકોને યુરોપ પહોંચાડવા માટે ખતરનાક સમુદ્રી માર્ગોની પસંદગી કરે છે.

ટાઇમ મેગેઝીનએ ઓગસ્ટમાં એમવી એક્વેરિયસ જહાજ ઉપર એક સપ્તાહ પસાર કર્યો હતો. જહાજ ડોક્ટરોના એક આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા સંચાલિત થાય છે. ભૂમધ્યસાગરમાં મુશ્કેલીમાં ફસાયેલા શરથાર્ણીઓની મદદ કરે છે.

સબ્રાથા બંદરથી ચાલીને ત્રણ કલાક બાદ લાકડાની હોડીનું એન્જીન બંધ થઇ ગયું. હોડીમાં ભાગદોડ મચી ગઇ. તે ડૂબવા લાગી. દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા એક બચાવ વિમાનના પાયલોટએ એમવી એક્વેરિયસ રેડિયો મેસેજ મોકલી દીધો.જહાજે ડૂબતી હોડીથી દરેક લોકોને બચાવી લીધા.

શરણાર્થી મહિલાઓની ભયંકર દુર્દશા છે. નાઇજીરિયાથી રવાના થતી વખતે ગુડનેસને એક મિત્રએ લીબિયામાં વેઇટ્રેસની નોકરી અપાવવાની ઓફર કરી. તેનાથી પૈસા પણ લીધા. ત્રિપોલીમાં તેને એક વેશ્યાલયમાં લઇ જવાઇ. ત્યાં 200 મહિલાઓ અગાઉથી હાજર હતી. એક ગ્રાહકે વેશ્યાલયના માલિકથી ગુડનેસને ત્રણ લાખ રૂપિયામાં વેચવાની રજૂઆત કરી. પરંતુ જ્યારે તે ગર્ભવતી થઇ તો તેને બીજા વેશ્યાલયને વેચી નંખાઇ. બાળકના જન્મ બાદ ગુડનેસને ફરી વેચી દેવાઇ.

આઇઓએમના પ્રવક્તા ગિયાકોમો જણાવે છે કે, નાઇજીરિયાથી મહિલાઓને માત્ર વેશ્યાવૃતિ માટે લવાય છે. આવા તસ્કરોના મૂળ ઇટાલીમાં પણ છે. તસ્કરો ઇચ્છે છે કે, શરણાર્થી ગમે તેમ કરી ઇટાલી પહોંચી જાય.

સાથે તારા જોન, લિન્સી અડારિયો

મહિલાઓની મુશ્કેલીઓ

આંતરરાષ્ટ્રીયઆશ્રિત સંગઠન (આઇઓએમ) મુજબ લીબિયાથી ઇટાલી જનાર 80 ટકા મહિલાઓને સંગઠિત સમૂહો દ્વારા યુરોપમાં વેશ્યાવૃત્તિમાં નાંખી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો