તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કોંગ્રેસ સાથે રહો, ન્યાય માટે રાહુલ પાસે હું લઇ જઇશ : જગદીશ ઠાકોર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ સાથે રહો, ન્યાય માટે રાહુલ પાસે હું લઇ જઇશ : જગદીશ ઠાકોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ડખા સર્જાયા છે ત્યારે અચાનક પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ હતુ. જેના પગલે પાટણ જિલ્લાના કાર્યક્રરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

જગદીશ ઠાકોરે શનિવારે પાટણની મુલાકાત લઇને તાલુકા- જિલ્લાના કાર્યક્રરો હોદ્દેદારો સાથે મિટિંગ યોજી તેઓ કોંગ્રેસમાંજ રહેવાના છે પણ ખોટી પ્રવૃત્તિઓ કરતાં માણસો સામે મારો વિરોધ છે. તમે પક્ષમાં રહો. હા, તમને અન્યાય થશે તો રાહુલ ગાંધી પાસે લઇ જવાની મારી જવાબદારી અદા કરીશ તેવો વિશ્વાસ આપ્યો હતો.

પાટણના જૂના સરકીટ હાઉસ ખાતે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી. તેઓઅે જિલ્લાના 200થી વધુ સમર્થકોને જણાવ્યું હતું કે તેમનું રાજીનામું આપવાનું કારણ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નેતૃત્વ કરનારાઓને પક્ષ સાચવે નહી, ભાજપ સાથે ઘરોબો રાખી કોંગ્રેસને નુકસાન કરતા હોય તેવા વ્યક્તિઓ સાથે જંગ ચાલે છે. પાર્ટીદાર ફેકટરને લઇ પક્ષે વિચારવાનું છે અને વ્યસન મુક્તિ અભિયાન કરીને ઠાકોર સમાજના યુવાનોએ સારૂ બળ ઉભું કર્યુ છે તેમની સાથે રહેવા વાત કરી હતી.

કોંગ્રેસના નિરીક્ષકોને ફૂટેલી કારતૂસ કહેતા સન્નાટો

પાટણખાતે શનિવારે મળેલી શહેર કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પાલિકાના હિસાબી સમિતીના ચેરમેને કોંગ્રેસના નિરિક્ષકોને ફુટેલી કારતુશ સાથે સરખાવીને પોતાને સસ્પેન્ડ કરી દેવાનો લલકાર કરી ચાલુ બેઠકમાંથી ચાલતી પકડી લેતાં કાર્યકરોમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

પાટણમાં જગદીશ ઠાકોરનો કાર્યકરો સાથેની બેઠકમાં લડાયક મિજાજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો