તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિમાનમાં ગેલેક્સી નોટ 7 વાપરવા USની ચેતવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેમસંગગેલેક્સી નોટ 7 ફોન ઝડપથી આગ પકડી લેતો હોવાને કારણે યુએસ એવિયેશન ઓથોરિટીએ મુસાફરોને વિમાનમાં તેનો ઉપયોગ નહીં કરવા માટેની કડક ચેતવણી આપી છે.

તાજેતરમાં સેમસંગ ગેલેક્સી નોટ 7ના કારણે આગ લાગી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હોવાને કારણે અમેરિકન એવિયેશન સત્તાવાળાએ મુસાફરોને વિમાનમાં ફોનનો ઉપયોગ નહીં કરવા માટેની કડક ચેતવણી આપી છે. ઉપરાંત તેને સામાનની સાથે અંદર નહીં મૂકવા માટે પણ જણાવ્યું છે. નવી જાહેરાત મોબાઇલ ફોન બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની સેમસંગ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. તકલીફના કારણે તેણે વિશ્વભરમાંથી અનેક ફોન પાછા ખેંચવા પડ્યા છે અને બદલી આપવા પડ્યા છે. અમેરિકા ઉપરાંત સિંગાપોર એરલાઇન્સ, ક્વોન્ટાસ, અને વર્જિન ઓસ્ટ્રેલિયાએ પણ તેમનાં વિમાનોમાં સેમસંગ ગેલેક્સી નોટ 7 ચાલુ નહીં કરવાની સલાહ આપી છે.જોકે, યુએસના વિમાન નિયમનકારી દ્વારા આપવામાં આવેલી સલાહનો અમેરિકન એરલાઇન્સ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.



ડેલ્ટા એરલાઇન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પહેલાં બાબતનો અભ્યાસ કરશે અને ત્યાર બાદ સત્તાવાળા દ્વારા આપવામાં આવેલી સલાહનો અમલ કરશે.

સેમસંગના દેશની કોરિયન એરલાઇન્સે જણાવ્યું હતું કે તેઓ તેમના વિમાનમાં સેમસંગ ગેલેક્સી નોટ 7નો ઉપયોગ કરવાનું બંધ કરાવશે તેવી કોઈ યોજના હાલમાં છે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો