તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ફેસબુક પર લાઇવ ગયો તો મિત્રોએ પાગલખાનામાં ભરતી કરાવી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુક પર લાઇવ ગયો તો મિત્રોએ પાગલખાનામાં ભરતી કરાવી દીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં ચાલી રહેલા વિચિત્ર તાવે હવે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. જેમ કે તમે જાણો છો કે ફેસબુકે જ્યારથી લાઇવ વીડિયોનો વિકલ્પ શરૂ કર્યો છે દેશભરમાં એકાએક વિચારકો, એન્કરો અને કવિઓની લાઇન લાગી ગઇ છે. હવામાન અને પ્રકૃતિના વિશેષજ્ઞે લાઇવ વીડિયોમાં જણાવ્યું કે, વરસાદ પછી ફેંકેલી ગોટલીઓથી એટલા નવા છોડવા નથી ઊગ્યા જેટલા નવા વિચારકો આવી ગયા છે.

લોકો દરેક વિષય ઉપર વીડિયો બનાવી રહ્યા છે. કોલોનીની તૂટી ગયેલી દીવાલોથી લઇને સેલ શરૂ કરવાની રીતના પણ વીડિયો બની રહ્યા છે. રિમ્મીની મમ્મી દરરોજ તેને સ્કૂલબસ સુધી છોડવા જાય છે તો લાઇવ રહે છે. સોનુએ પ્રથમ વખત મેગી બનાવી તો લાઇવ થઇ ગયો. હાઇકોર્ટના ચાર રસ્તા પર કલાકો સુધી જામ લાગવાથી વાહનવ્યવહાર ઠપ્પ થયો. ટ્રાફિક કલાકો સુધી શરૂ થયો કેમ કે લોકો વાહનો આગળ વધારવાને બદલે જામના અવસર પર લાઇવ જવામાં વધારે રસ દાખવતા હતા.

એકાએક અમને જાણ થઈ કે કેટલાં ઘરોની દીવાલોને રંગવાની જરૂર છે. પણ જાણવા મળ્યું કે, કેટલાય લોકોએ ઇયરફોનને ટેપથી બાંધી રાખ્યા છે. દરેક મોબાઇલ કંપની માટે શરમજનક અવસર હોય છે જ્યારે વીડિયો લાઇવ થતા નેટવર્કમાં અવરોધ ઊભો થાય છે.

લાઇવ વીડિયોએ આપણને કઇ રીતો પકડી રાખ્યો છે. તેનું દૃશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે એન્જિનિયરિંગ કોલેજના અનેક છોકરાઓએ પોતાના સાથીઓ વિરુદ્ધ મોરચો માંડ્યો. તેમનો આરોપ હતો કે, ગત કેટલાક દિવસોથી તેનો વ્યવહાર શંકાસ્પદ દેખાઇ રહ્યો છે. તે ફોટો ટેગ કરે છે. કોમેન્ટ્સ પર રિપ્લાય પણ આપે છે પરંતુ લાઇવ ક્યારેય નથી આવતો. હંગામો થયો અને કોલેજ સંચાલને ના પાડી છતાં પણ છોકરાઓએ મિત્રને પાગલખાનામાં ભરતી કરાવી દીધો.

નામ જણાવવાની શરતે પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતા મિકેનિકલ થર્ડ યરના પાંચ ફૂટ આઠ ઇંચવાળા રમેશકુમારે જણાવ્યું કે, અમે તેનો મોબાઇલ ચેક કર્યો.

તેના બધા એપ અપડેટ હતા. ફેસબુક પર લાઇવ જવાની સુવિધા હતી. હોસ્ટેલમાં મફતનો વાઇફાઇ મળે. તેમ છતાં લાઇવ નહોતો આવતો. વિદ્યાર્થીના માતા-પિતા આઘાતમાં છે. માએ રડતાં રડતાં કહ્યું કે, અમે તો તેનો હંમેશા સારી રીતે ઉછેર કર્યો. તેને કોઇ કમી નથી આવવા દીધી. ખબર નહીં કઇ રીતે આવો નીકળ્યો.કટાક્ષ

સોશિયલ બોલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો