તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • હું નિર્દોષ જોગણ છું, 20 વર્ષથી આધ્યાત્મિક્તામાં લીન : મમતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હું નિર્દોષ જોગણ છું, 20 વર્ષથી આધ્યાત્મિક્તામાં લીન : મમતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હુંનિર્દોષ જોગણ છું, એમ બોલીવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી અને રૂ. 2000 કરોડના ડ્રગ્સ કેસની આરોપી 44 વર્ષીય મમતા કુલકર્ણીએ કેનિયાના મોમ્બાસાથી વિડિયોટેપ્ડ નિવેદનમાં જણાવ્યું હતું.

હું જોગણ છું. હું છેલ્લાં 20 વર્ષથી આધ્યાત્મિકતામાં લીન છું. મારી સામેના બધા આરોપ ખોટા છે, એમ તેણે જણાવ્યું હતું. સાથે તેણે વિદેશી બાબતોનાં મંત્રી સુષ્મા સ્વરાજ અને ગૃહ ખાતાના રાજ્ય મંત્રી કિરેન રિજિજુને પત્ર લખીને ડ્રગ્સ કેસમાં પોતાનું નામ ઘુસાડવા બદલ મહારાષ્ટ્ર પોલીસ વિરુદ્ધ તપાસ કરવામાં આવે એવી વિનંત પણ કરી છે.હું ક્યારેય ભારતીય સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાઈ નથી.અને યુએસના અધિકારીઓ, ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને થાણે પોલીસ દ્વારા મારી સામે ક્રૂરતા, જુલમ અને અનૈતિકતા આચરવામાં આવી રહ્યાં છે, એમ તેણે બે કેન્દ્રીય મંત્રીને પત્રમાં જણાવ્યું છે. થાણે પોલીસ કેસમાં કોઈ પણ પુરાવા વિના મમતાને ઘસડી રહ્યા છે. પોલીસ દબાણ હેઠળ કરી રહી છે. કેસમાં એક આરોપી જય મુખીએ કબૂલાતમાંથી ફેરવી તોળ્યું છે. મેમણે જણાવ્યું હતું કે કેસમાં પુરાવા એવા કમજોર છે કે તે ટ્રાયલના તબક્કામાં પણ પહોંચી નહીં શકશે, કારણ કે પુરાવાનાં ભારતીય ધોરણોને તે બિલકુલ પહોંચી વળતા નથી.

18 જૂનના રોજ થાણે પોલીસે રૂ. 2000 કરોડનું ઈફેડ્રિન નામનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જે પછી મમતા, તેનો પતિ અને વેપાર ભાગીદાર વિકી ગોસ્વામીનાં નામ બહાર આવ્યાં હતાં. થાણે પોલીસે ગોસ્વામીની જેમ કેનિયાથી મમતાને લાવવા માટે સીબીઆઈને ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે પણ સંપર્ક કર્યો છે.

પોલીસ અનુસાર મોરોક્કન અને કોલંબોના ડ્રગ ડીલરો પણ કેસમાં સંકળાયેલા છે અને સૂત્રધાર કેનિયાનો આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ડીલર અબદુલ્લા છે. એપ્રિલમાં મુંબઈ, થાણે, સોલાપુરથી સાગમટે મોટે પાયે ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું, જે પછી મમતા અને ગોસ્વામી જાન્યુઆરીમાં મળ્યાં હતાં અને એપ્રિલમાં ડ્રગ્સની દાણચોરી અને મોમ્બાસામાં ડ્રગ્સની ફેક્ટરી સ્થાપવાનું નક્કી કર્યું હતું એવું થાણે પોલીસનું કહેવું છે.

હમણાં સુધી કેસમાં આઠ જણની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ચાર જણની હજુ પણ તલાશ જારી છે. મમતાના વકીલોએ જણાવ્યું હતું કે પોલીસ કેસને મારીમચડીને ચગાવી રહી છે. મમતાના સેલિબ્રિટી સ્ટેટસનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ઈફેડ્રિન ડ્રગ્સ નિયંત્રિત પદાર્થ છે અને જપ્ત ડી- ઈફેડ્રિન કચરાનું ઉત્પાદન છે, જેનું બજાર મૂલ્ય શૂન્ય છે, જે સિદ્ધ કરે છે કે આખી તપાસ ખોટી છે અને યુએસ એજન્સીઓને ખુશ કરવા માટે કેસ ચગાવાઈ રહ્યો છે. મમતાએ પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે તપાસ અધિકારીઓ મને અને મારા ગોસ્વામીને કેનિયાથી કોઈ પણ રીતે ભારતમાં લાવવા માગે છે અને મારો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહ્યા છે.તેના વકીલોએ મમતાને ભારતમાં લાવવા પૂર્વે ભારત સરકારે કેસનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઈએ એવી માગણી કરી હતી.

1990માં બોલીવૂડમાં જોવા મળેલી મમતાએ શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય કુમાર સહિતના અવ્વલ અભિનેતાઓ સાથે જોડી જમાવી હતી. તેણે ટીવી શોમાં પણ ભાગ લીધો હતો. તેને ફેમિના એવોર્ડ પણ મળ્યો છે.

દેશ-વિદેશના ટોચના વકિલોની ફોજ ખડકી

મમતાતરફથી એમઝેડએમ લીગલના પરઝેઝ મેમણ, ન્યૂ યોર્કથી ડેનિયલ આર્શેક, કેનિયાથી ક્લિફ ઓમ્બેટા, સુદીપ પાસબોલા, એનસીપીના રાજ્યસભાના સભ્ય અને મુંબઈના નામાંકિત ક્રિમિનલ લોયર માજીદ મેમણે પત્રકાર પરિષદમાં કેફિયત રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો