તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • પાટીદાર સમાજની દિશા ખોટી, અન્ય સમાજનો ભરોસો તોડ્યો : સાપરિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદાર સમાજની દિશા ખોટી, અન્ય સમાજનો ભરોસો તોડ્યો : સાપરિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડમાંશ્રીસૌરાષ્ટ્ર કડવા અને લેઉઆ પટેલ પાટીદાર સમાજ દ્વારા કેબિનેટ મંત્રી ચીમન સાપરિયાનાં અભિવાદન સમારોહમાં મંત્રીએ પાટીદાર સમાજ ખોટી દિશા તરફ આગળ ધપી રહ્યું હોવાની ટકોર કરતા હોલમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી.ગત વર્ષે અનામત મુદ્દે ભાજપ સરકાર વિરૂધ્ધ પાટીદાર સમાજની ઐતિહાસિક રેલી નિકળી હતી પરંતુ તેનો ઉલ્લેખ કર્યા વિના હાલે સમાજનાં કેટલાક નેતાઓ દ્વારા થઇ રહેલા નેતૃત્વ સામે મંત્રીએ ભારે નિરાશા વ્યકત કરતા વલસાડ જિલ્લાના પાટીદારોએ ભૂતકાળનું પુનરાવર્તન થાય તેવી સમારોહમાં ખાત્રી આપવી પડી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટમાં જામનગરનાં પાટીદાર ધારાસભ્ય ચીમનભાઇ સાપરિયાને કૃષિ અને ઉર્જા મંત્રાલયના કેબિનેટ મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપવા બદલ તેમના અભિવાદન સમારોહનું શુક્રવારે વલસાડનાં ધરમપુર ચોકડી સ્થિત સૌરાષ્ટ્ કડવા પટેલ સમાજનાં હોલમાં આયોજન કરાયું હતું.વલસાડ,વાપી,પારડી,ધરમપુર,સેલવાસ,ઉમરગામ,નવસારી જિલ્લાનાં પાટીદારો જોડાયા હતાં.

સમાજની અવદશાથી દુ:ખ, મૌન તોડો

પાટીદારમંત્રી સાપરિયાએ ઉપરાંત પણ હૈયાવરાળ ઠાલવી સમાજની અવદશાથી દુ:ખ થાય છે.યુવાનો વડીલો નોંધ લે કારણ કે સમાજને નુકસાન થઇ રહ્યું હોય મૌન તોડો,ખોટા રસ્તે જતા યુવાનોને સાચી દિશામાં વાળવા તેમણે પાટીદારોને હાકલ કરી હતી.

વલસાડમાં પાટીદાર અભિવાદન સમારોહમાં મંત્રીની અણિયાળી ટકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો