તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • 30 પાટીદાર યુવકોને કોસંબા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 પાટીદાર યુવકોને કોસંબા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતપાસે અબ્રામા ખાતે રાખવામાં આવેલ રાજસ્વી પાટીદાર અભિવાદન સમારોહમાં પાટીદારો દ્વારા કરેલા હોબાળામાં સુરત જિલ્લા પોલીસ દ્વારા પાટીદાર યુવકોની ધરપકડ કરી રાત્રિના ઘલુડી હેડક્વાર્ટસ રાખવામાં આવ્યા હતાં. બાદ યુવકોને 30ની ટુકડીમાં કોસંબા, માંગરોળ, ઓલપાડ જેવા પોલીસ સ્ટેશનમાં વહેંચી લોકઅપમાં રાખવામાં આવ્યા હતાં. કોસંબા ખાતે પણ 30 પાટીદાર યુવકોને રાત્રિના કોસંબા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં. શુક્રવારની સવારથી પાટીદાર કાર્યકરો અને આગેવાનો દોડી આવ્યા હતાં. બપોરે સરકારના આદેશ બાદ યુવકોને છોડી દેવામાં આવ્યા હતાં. પૂર્વ સુરત ડીસીબી અધિકારીએ યુવકોની પૂછતાછ કરી હતી .

જેલમુક્ત થયેલાનું સ્વાગત

ગુરુવારનારોજ અબ્રામા ખાતે થયેલા પાટીદાર અભિવાદન સમારોહમાં વિરોધ પ્રદર્શનમાં પાસના 135 પાટીદાર યુવાને ડીટેન કરી જેલ મુકત કરતા કામરેજ ખાતે જેલમુકત થયેલા પાટીદારોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

નલીનકોટડિયા સામે રાયોટિંગનો ગુનો

અબ્રામામાંપીપી સવાણી સ્કુલના ગ્રાઉન્ડ પર આયોજીત પાટીદાર અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમ દરમિયાન મોટા વરાછામાં લક્ઝરી બસ અને પોલીસ પર પથ્થર મારો કરવાના પ્રકરણમાં અમરોલી પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ગુનાની તપાસ પોલીસ કેમેરાના ફુટેજના આધારે શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો